મહેસાણાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા ખેતી બેંકની ચુંટણીને લઈને ભાજપમાં ભારે કાશમશ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના જુથ આજે કમલમ ખાતે પહોચ્યા હતા. દૂધસાગર ડેરી ના ચેરમેન અને વિસનગરના ધારાસભ્ય તથા વિજાપુર ધારાસભ્ય પામોલ ના રામજી ચૌધરી ની તરફેણમાં કમલમ પહોંચ્યા છે .
જયારે બીજી બાજુ ધીરેન ચૌધરી ની તરફેણમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ અને ડો જે એફ ચૌધરી અને અન્ય અગ્રણીઓ કમલમ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચુંટણીને લઈને બે જૂથ માં વહેચાય ગયા છે. જયારે આ ખેતી બેન્ક ની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. બંને જૂથ વચ્ચે લાંબી વાટાઘાટો થઇ હતી પણ કોઈ પરિણામ આવ્યું નથી.
ત્યારે જણાઈ રહ્યું છે કે, બંને જૂથ ચુંટણી લડી શકે છે. દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરી તે ધીરેન ચૌધરી ની વિરુદ્ધમાં ચુંટણી લડી શકે છે. જયારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ના સત્તાવાર ઉમેદવાર તરીકે ધીરેન ચૌધરીને જાહેર કર્યા છે.
ધીરેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં રામજી ચૌધરીએ પોતાનું ફોર્મ પરત નથી ખેચ્યું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બંને જૂથ પોતાના ઉમેદવાર ચુંટણી માં ઉતારશે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. ત્યારે રામજી ચૌધરીને જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ ચૌધરી અને ડેરી ના ચેરમેન તરીકેનો ટેકો જાહેર કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.