કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ છે. જેને લીધે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો કેટલાય લોકોને પુરતી સુવિધા ન મળતી હોવાને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે આ કોરોનાની મહામારી હજુ ગઈ નથી ત્યાં તો બીજી મહામારી આવી ગઈ છે. જેના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા સરકારે હથિયાર સ્વરૂપે સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું કીધું છે. ત્યારે આ સેનિટાઈઝરને કારણે બ્લેક ફંગસ પણ થઇ શકે છે.
બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડની સાથે સાથે બજારમાં મળતા અન્ય સેનિટાઈઝર પણ જવાબદાર છે. સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જે ફંગસને વધારવામાં પોતાનો ફાળો ભજવે છે.
કોરોનાના સંક્રમણથી બચવા જો તમે બજારમાંથી સસ્તા ભાવે સેનિટાઈઝર ખરીદી રહ્યા છો તો ચેતી જજો. આ નજીવી કિંમતનું સેનિટાઈઝર તમારા શરીરને નુકશાન પહોચાડી શકે છે. જયારે હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધી રહેલા બ્લેક ફંગસમાં સેનિટાઈઝર પોતાની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક ફંગસ માટે વધુ પડતી આપવામાં આવતી દવાઓ અને માર્કેટમાં મળતા નકલી સેનિટાઈઝર પણ ખુબ જવાબદાર છે. સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે.
રિસર્ચમાં થયો છે ખુલાસો:
આઈઆઈટી બીએચયુમાં સિરામિક એન્જીન્યર વિભાગના વૈજ્ઞાનિક ડો. પ્રીતમ સિંહે જણાવતા કહ્યું છે કે જ્યારે આપણે આ સ્પ્રે સેનિટાઈઝરને પોતાના ચહેરાની નજીક લઈ જઈને છાંટીએ છીએ ત્યારે તેમાંથી થોડી માત્રા તેની આંખો અને નાંકમાં પણ પ્રવેશે છે. જેને લીધે રેટિના સહિત આંખો અને નાંકની કોષિકા મૃત થઈ જાય છે. આ સેનિટાઈઝરમાં 5 ટકા જેટલું મિથેનોલ છે જે ફંગસને થવા માટે એક સારુ વાતાવરણ તૈયાર કરે છે. જેને લીધે આંખોનું રેટિના ખરાબ થવાની સાથે સાથે રોશની ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને તે વ્યક્તિ અંધ થઈ જાય છે.
પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા પર અટેક કરે છે ફંગસ:
આઈઆઈટી બીએચયુમાં સિરામિક એન્જીન્યર વિભાગના વૈજ્ઞાનિક ડો. પ્રીતમ સિંહે જણાવતા કહ્યું છે કે હકીકતમાં તે જગ્યા પર પ્રોટીલિસિસ પ્રક્રિયા થાય છે એટલે કે તેમાંથી પ્રોટીનનું પ્રવાહી નિકળવા લાગે છે અને મૃત પ્રોટીન અને સુકાયેલા પ્રોટીન ઝડપથી એક બીજા સાથે જોડાવા લાગે છે. ત્યારબાદ ફંગસ બનવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. તે જ સમયે આપણી પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ હોય તો બ્લેક ફંગસ પોતાનો પ્રભાવ દેખાડવાનું શરુ કરે છે.
નકલી સેનિટાઈઝરથી બચવું ખુબ જ જરૂર:
બજારમાં મળી રહેલા સેનિટાઈઝરમાં પાંચ ટકાની આસપાસ મેથેનોલનું પ્રમાણ હોય છે. જે આપણી ત્વચાને થોડાક અંશે નુકસાન પહોંચાડે છે. સેનિટાઈઝરને ગમે ત્યાં કોઈ પણ પ્રકારના રેગ્યુલેશન અને માનક વગર વેચી રહ્યા છે. ત્યારે લિક્વિડ સેનિટાઈઝર, સ્પ્રે સેનિટાઈઝરનો વપરાશ ન કરો.
કેવી રીતે જાણશો સેનિટાઈઝર અસલી છે કે નકલી?
નકલી સેનિટાઈઝરમાં આઈસોપ્રોફાઈલ આલ્કોહોલની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે અસલી સેનીટાઈઝરમાં આઈસોપ્રોફાઈલ આલ્કોહોલની માત્રા 70% હોય છે. જો તમે સેનિટાઈઝરને હાથમાં છાંટો છો તો સ્પ્રે કરવા પર તે સરસ સુગંધ આપે છે. જ્યારે તમે નકલી સેનિટાઈઝરને સ્પ્રે કરશો એટલે તેમાંથી તરત જ ગંધ આવવાનું શરૂ થઈ જશે. નકલી સેનિટાઈઝર તમારા હાથમાં જલ્દી ફેલાય છે. જયારે અસલી સેનિટાઈઝર હાથ પર લગાવ્યા બાદ થોડાજ સમયમાં વારમાં સુકાઈ જાય છે જ્યારે નકલી સેનિટાઈઝરથી હાથ થોડાક ભીના રહે છે અને તે થોડા સમયમાં સુકાતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.