અરનબની તરફદારી કરતા રૂપાણી અને પાટીલને એક પત્રકારનો ખુલ્લો પત્ર- જો તેઓ વાંચશે તો પરસેવો પડી જશે

આજે સવારમાં જે રીતે અર્નબ ગૌસ્વામીને મુબઈ પોલીસે ઘરેથી ઊંચકીને પાંજરે પૂર્યો ત્યારથી દેશમાં અર્નબની તરફદારી કરવા કોઈ મીડિયા ચેનલ આગળ આવી નથી. જયારે ભાજપ…

આજે સવારમાં જે રીતે અર્નબ ગૌસ્વામીને મુબઈ પોલીસે ઘરેથી ઊંચકીને પાંજરે પૂર્યો ત્યારથી દેશમાં અર્નબની તરફદારી કરવા કોઈ મીડિયા ચેનલ આગળ આવી નથી. જયારે ભાજપ આઈટી સેલ સહીત ગૃહમંત્રી અમિત શાહ સાથે સાથે ગુજરાતના વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આ ઘટનાને આ લોકશાહીનું હનન બતાવી રહ્યા છે. પરંતુ આ નેતાઓ એ ભૂલી ગયા છે કે ગુજરાતમાં કઈ રીતે પત્રકારોને રાજદ્રોહી બનાવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, અને પત્રકારોની હત્યા કરનારા લોકને શોધી શક્યા નથી.

આજે અર્નબ ગૌસ્વામીને બે વર્ષ પૂર્વે આત્મહત્યા કરવા બદલ દુષ્પ્રેરણા આપવા બદલ તહોમતદાર બનાવામાં આવ્યો હતો. મુંબઈના અન્વય નાયક અને કુમુદ નાયકને અર્નબ ગૌસ્વામી 83 લાખ જેટલી રકમ ચૂકવી રહ્યો નહોતો. સાથે અન્ય બે ઇસમોએ પણ આ મહિલાને પોતાના ઇન્ટીરીયર ડિઝાઈનીંગના રૂપિયા ચૂકવ્યા નહોતા. જેથી આ બંનેએ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. જેમાં પ્રથમ નામ અર્નબ ગૌસ્વામીનું હતું. અર્નબ ગૌસ્વામીએ પોતાના મુંબઈ સ્ટુડિયોનું કામકાજ કરાવીને આ મહિલાઓને ફી ચૂકવી ન હોવાનો આરોપ આ સુસાઇડ નોટમાં મુકાયો હતો. જેને લીધે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ જેતે સમયે તેને ક્લીન ચિટ મળી હતી અને કેસ બંધ થઇ ગયો હતો.

અર્નબ ગૌસ્વામીએ પોતાના પત્રકારત્વ નેવે મુકીને સુશાંત સિહ રાજપૂત કેસની આડમાં મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારને આડે હાથે લેવાનું શરુ કર્યું હતું. રિયા ચક્રવર્તીને ખોટી રીતે બદનામ કરીને આ કેસમાં ઢસડવા ખોટો પ્રયાસ કર્યો હતો. અને દરરોજ પોતાની ડીબેટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ખોટી રીતે બદનામ કરવાનું શરુ કર્યું હતું. ખોટી ટીઆરપી સ્કેમમાં અર્નબ ગૌસ્વામીનું નામ આવતા તેણે મુંબઈ પોલીસ કમિશનરને પણ બદનામ કરવાનું બાકી નહોતું રાખ્યું. આ ઘટનાક્રમ વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી તે દરમિયાન આપઘાત કરનાર મહિલાના પરિવારે ગૃહમંત્રી ને ફરીથી તપાસ કરવા રજૂઆત કરી હતી જેણે પગલે અર્નબ ગૌસ્વામીનું ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અર્નબ ગૌસ્વામી પોતાના સ્વભાવગત પોલીસને સહયોગ આપી રહ્યો નહોતો. જેથી પોલીસ તેને ટીંગાટોળી કરીને પોલીસવનમાં બેસાડીને ઊંચકી ગઈ હતી.

ઉપરોક્ત આ ઘટનાને ભાજપના નેતાઓ લોકશાહીનું હનન ગણાવીને પોતાનો પ્રવક્તા હોય તે રીતે અર્નબ ગૌસ્વામીનો બચાવ કરી રહ્યું છે, જયારે હજુ સુધી કોઈ મીડિયા ચેનલ કે વરિષ્ઠ પત્રકાર, અર્નબ ગૌસ્વામીના સમર્થનમાં સામે આવ્યું નથી, કારણ કે તે તેના કરતૂતોની સજા ભોગવી રહ્યો છે.

તાજેતરની જાણકારી અનુસાર અર્નબ ગૌસ્વામી અને તેની પત્ની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જાહેર સેવક તરીકે તેની ધરપકડ કરવા ગયેલા પોલીસ અધિકારીઓનો પ્રતિકાર કરવા બદલ અર્નબ ગૌસ્વામી અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

વાત ફરીથી આવીને ત્યાં જ અટકે છે, કે શા માટે ગુજરાતના નેતાઓ આ ઘટનાને લોકશાહીનું હનન ગણાવી રહ્યા છે. હકીકતમાં મુંબઈ પોલીસ અર્નબ ગૌસ્વામી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને પુરાવાના આધારે કાર્યવાહી કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને CR પાટીલ ભૂલી ગયા છે કે, દોઢ વર્ષ અગાઉ અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કરનારાઓને પકડી શક્યા નથી. સાથે-સાથે થોડા સમય અગાઉ પત્રકાર ધવલ પટેલને ગુજરાત સરકારે રાજદ્રોહી બનાવ્યો હતો. આ આગાઉ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળને પણ રાજદ્રોહી બનાવ્યા હતા ત્યારે આ બંને નેતાઓને જો આ યાદી મળે તો કદાચ તેઓએ ડીલીટ કરવાની નોબત આવે. -વંદન ભાદાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *