ભાજપના આ MLAને રાત્રે ૩ વાગ્યે ઓક્સીજન મેળવવા માટે સમર્થકે ફોન કર્યો- એવો જવાબ મળ્યો કે વિશ્વાસ નહી આવે

Published on: 11:06 am, Mon, 26 April 21

વરિષ્ઠ પત્રકાર જશવંત પટેલ: ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને લઇને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જોકે મોટાભાગના હોસ્પિટલમાં દર્દીઓને સતત ઓક્સિજનની જરૂર વર્તાઈ રહી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના ની સારવાર આપવામાં આવી રહી છે પરંતુ ઓક્સિજનની અર્થ ક્યાંકને ક્યાંક તબીબોને પણ લાચાર બનાવી રહી છે.

ઊંઝાની એક ખાનગી હોસ્પિટલમાં આશરે ૩૦ જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. આ 30 જેટલા દર્દીઓ ઓક્સિજન યુક્ત સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આશરે રાત્રે ત્રણ વાગ્યા આજુબાજુ ઓક્સિજન પૂરો થવાની તૈયારીમાં હોવાનું સારવાર લઈ રહેલ દર્દીના એક સંબંધીને જાણવા મળ્યું અને તેમણે ઓક્સિજન માટે ની તપાસ શરૂ કરી. રાત્રિના સમયે ઓક્સિજન ની વ્યવસ્થા કેમ કરવી એને લઈને મોટી મૂંઝવણ હતી ત્યાં આ વ્યક્તિએ ભાજપના એક સક્રિય કાર્યકર એવા તેના પરમમિત્ર ભાવિન LR ને ફોન કર્યો અને ઓક્સિજન માટે મદદ માગી. જો સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ન મળે તો તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ થયા વિના છૂટકો ન હતો.

ભાજપના સક્રિય કાર્યકર કે જેના ઉપર રાત્રે ત્રણ વાગ્યે ઓક્સિજનની મદદ માટે ફોન આવ્યો. તો કાર્યકર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો કે અત્યારે ઓક્સિજન ની વ્યવસ્થા કેમ કરવી. છેવટે તેણે તરત જ ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ ને ફોન કર્યો અને ઓક્સિજન અંગેની પરિસ્થિતિ વિશે વાત કરી. જોકે આટલી મોડી રાત્રે ઓક્સિજન ની વ્યવસ્થા ઝડપથી થઇ શકે તેવી તેને આશા ન હતી પરંતુ તેણે મનમાં વિચાર્યું કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ અને તે માટે તેણે ધારાસભ્ય પાસે મદદ માગી.

ત્યારે ધારાસભ્ય ડો. આશાબેન પટેલે ક્ષણભરનો વિચાર કર્યા વિના તરત જ કહ્યું કે બે મિનીટ થોભી જાવ વ્યવસ્થા કરીએ છીએ. બે મિનીટ પછી ભાજપના સક્રિય કાર્યકરના ફોનની ઘંટડી વાગી. સામેથી ધારાસભ્યએ ઓક્સિજન ની વ્યવસ્થા થઈ ગઈ હોઇ કાર્યકરને ઓક્સિજન લઈ આવવા માટે જણાવ્યું અને તરત જ દર્દીના સંબંધી ધારાસભ્યએ સુચવેલ જગ્યાએ થી ઓક્સિજન લઈ આવ્યા અને 30 જેટલા દર્દીઓના પ્રાણવાયુ માં નવા પ્રાણ પૂર્યા.

અત્રે નોંધનીય છે કે ઊંઝામાં ઓક્સિજનને લઈને ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે ત્યારે ધારાસભ્ય રાત-દિવસ એક કરીને ઓક્સિજન ની વ્યવસ્થા કરવામાં સતત રચ્યા પચ્યા રહે છે. એટલું જ નહીં ધારાસભ્ય નો ફોન 24 કલાક માટે કાર્યરત રહે છે.કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ફોન કરે તો પણ હાલની આ વિકટ પરિસ્થિતિમાં ધારાસભ્ય દ્વારા તેનો ફોન રિસિવ કરીને તેની સમસ્યા ઉકેલવા માટેના પ્રયત્નો હાથ ધરાય છે. આમ એક સક્રિય ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોની પડખે આવી મુસીબતના સમયે સતત ખડે પગે રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.