હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી સરકાર દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઓનલાઇન અભ્યાસક્રમ માટે ચાલતા હોમ લર્નીગની GUJARAT e-class youtube ચેનલના ચેટિંગ બોક્સમાં ત્રણ છાત્રો દ્વારા લવ ચેટિંગની ઉપરાઉપરી ખુલ્લેઆમ કોમેન્ટો થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે ઓનલાઇન શિક્ષણ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.
ઓનલાઇન કલાસ દરમ્યાન ગણિત વિષયના શિક્ષિક ભણાવી રહ્યા હતા. આ દરમ્યાન એક યુવકે યુવતીને પ્રપોઝ કરતા I LOVE YOU કહ્યું હતું. સરકાર દ્વારા ચલાવવામાં આવતી વેબસાઈટ પર આ સમગ્ર ઘટના બની હતી. હાલમાં આનો સ્ક્રીન્સોટ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી વેબસાઈટ પર આ સમગ્ર ઘટના બની હતી. જે ચેનલ ઉપર ધોરણ-10 ગણિતના પ્રકરણ-5 સમાંતર શ્રેણીના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલમાં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે વિદ્યાર્થી-એક વિદ્યાર્થીની) દ્વારા ખુલ્લેઆમ લવ ચેટિંગ કરાતાં ચકચાર મચી જવા પામી છે. જે લવ ચેટિગમાં એક યૂઝર ઓનલાઇન અભ્યાસ કરતી છાત્રા યૂઝરને લવ માટે પ્રપોઝ કરે છે. જેણે વાલીઓને વિચારતા કરી મૂક્યા છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews