મહિલા દિવસ પર પત્નીના નામે ખોલાવી લો આ ખાતું- દર મહીને મળશે 45,000 રૂપિયા

8 માર્ચે એટલે કે, આજે મહિલા દિવસ(Women’s Day) છે. જો તમે ઈચ્છો છો કે આ ખાસ દિવસે તમારે તમારી પત્નીને એવી ભેટ આપવી જોઈએ કે જેથી તે આત્મનિર્ભર બની શકે, તો આ સમાચાર તમારા માટે સારા છે. જો તમારી ગેરહાજરીમાં ઘરમાં નિયમિત આવક ઇચ્છતા હોય અને ભવિષ્યમાં તમારી પત્ની પૈસા માટે કોઈ પર નિર્ભર ન રહે, તો તમે આજે જ તેના માટે નિયમિત આવકની વ્યવસ્થા કરી શકો છો. આ માટે તમારે નેશનલ પેન્શન સ્કીમમાં(NPS) રોકાણ કરવું જોઈએ.

પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ ખાતું ખોલો:
તમે તમારી પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ (NPS) ખાતું ખોલાવી શકો છો. તેમાં NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર એકસાથે રકમ આપશે. આ સાથે દર મહિને તેમને પેન્શનના રૂપમાં નિયમિત આવક પણ થશે. એટલું જ નહીં, NPS એકાઉન્ટથી તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલું પેન્શન મળશે. આ સાથે, તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈના પર નિર્ભર રહેશે નહીં.

તેમાં રોકાણ કરવું પણ ખૂબ જ સરળ છે:
તમે નવી પેન્શન સિસ્ટમ (NPS) ખાતામાં તમારી સુવિધા અનુસાર દર મહિને અથવા વાર્ષિક નાણાં જમા કરાવી શકો છો. તમે માત્ર 1,000 રૂપિયાથી તમારી પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS ખાતું 60 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે. નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો તો પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી તમે NPS એકાઉન્ટ ચલાવી શકો છો.

45 હજાર સુધીની માસિક આવક:
ઉદાહરણ તરીકે, જો તમારી પત્ની 30 વર્ષની છે અને તમે તેના NPS ખાતામાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો. જો તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા વળતર મળે છે, આ ગણતરી મુજબ 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. આમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને આજીવન આ પેન્શન મળતું રહેશે.

કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. તમે આ સ્કીમમાં જે નાણાંનું રોકાણ કરો છો તેનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને આ જવાબદારી આપે છે. આવી સ્થિતિમાં NPSમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, તમે આ યોજના હેઠળ રોકાણ કરો છો તે નાણાં પર વળતરની ખાતરી આપવામાં આવતી નથી. ફાઇનાન્શિયલ પ્લાનર્સના મતે, NPSએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક 10 થી 11 ટકા વળતર આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *