તમે વાંદરાઓ વિશે અવાર નવાર અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે અથવા તો વાચ્યા હશે. પરંતુ રાજસ્થાનમાં જ આવો એક વાંદરાનો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સા વિશે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. તો ચાલો જાણીએ આ અજીબ વાંદરા વિશે…
રાજસ્થાનના ભરતપુરમાં હાલના દિવસોમાં એક વાનરની દાદાગીરીની ખુબ ચર્ચા થઇ રહી છે. જયારે પણ આ વાંદરો આવે છે ત્યારે તે સીધો જ જલેબી અને કચોરીની દુકાન પર આવી પહોચે છે અને દુકાન પર જ બેસીને સવારનો નાસ્તો પણ પોતાના હાથ દ્વારા જ કરે છે. ત્યાર બાદ તે કોઈ પણ ફળની દુકાન પર જાય છે અને શાંતિથી ફળ ખાવાનો આનંદ લે છે.
આ સમગ્ર મામલો રાજસ્થાનના ભરતપુરના ચૌબુર્જા વિસ્તારનો છે. જ્યાં સમગ્ર જીલ્લાની સૌથી પ્રખ્યાત કચોરી બનાવવામાં આવે છે. ત્યારે આ વાંદરો દરરોજ સવારે કોઈ માણસ ન આવે તે પહેલા જ દુકાન પર પહોચી જાય છે અને ત્યાં આવીને કચોરી અને જલેબીની મોજ માણે છે.
આ વાનર ગમે તે જગ્યાએ જઈને ગમે તે વસ્તુ ખાય છે. આ વાંદરાને કોઈપણ પ્રકારની અવિવેકપણું બિલકુલ પસંદ નથી. જેને લીધે લોકો પણ તેમણે કઈ કહેવાની હિંમત કરતા નથી. આ વાંદરો નાસ્તો કર્યા બાદ પોતાની મરજી મુજબ જાય છે. જ્યાં સુધી વાંદરો બેસે ત્યાં સુધી દુકાનદારને રાહ જોવી પડે છે.
કચોરી અને જલેબી દુકાન પર બનાવવામાં આવે છે તે દુકાનદારનું કહેવું છે કે, જયારે ગ્રાહકો નાસ્તો કરવામાં આવે છે. ત્યારે આ વાનર પણ સાથે નાસ્તો કરવા માટે આવે છે. આ વાંદરો અંદાજે ૩૦ મિનીટ સુધી દુકાનમાં બેસે છે અને તેને મનફાવે તે વસતો ઉઠાવે છે અને ખાય છે અને ત્યાબાદ તે ત્યાંથી દુર ચાલ્યો જાય છે. આ વાનરને કચોરી, વટાણા અને ગાજર ખુબ પસંદ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વાંદરાએ આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિ પર હુમલો નથી કર્યો અને કોઈ વ્યક્તિને હેરાનગતી પણ નથી કરી. તેમની રૂચી અનુસાર તે દરરોજ જલેબી અને કચોરી તેમજ કેટલાક ફળ ખાવા આવે છે. નાસ્તો કરીને પેટ ભરાયા બાદ તે જતો રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.