જાણો સુરતમાં કોણે કર્યો અસદુદ્દીન ઔવેસીનો કાળા વાવટા ફરકાવીને જોરદાર વિરોધ- જુઓ વિડીયો

સુરત(Surat): ગુજરાતમાં ચૂંટણી પહેલા દિલ્હીથી નેતાઓની અવર જવર વધી ગઈ છે. રાહુલ ગાંધી(Rahul Gandhi), અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને ભાજપ(BJP)ના અનેક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, હવે આ દરમિયાન AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી(Asaduddin Owaisi) પણ ગુજરાતની મુલાકાતે છે. જો કે સુરત આવેલા અસદુદ્દીન ઔવેસીને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મીઠીખાડી વિસ્તારનાં મુસ્લિમ સમાજ(Muslim society) દ્વારા તેના વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

ઔવેસીનો કાળા વાવટા બતાવીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. ગઈ કાલના રોજ રાત્રે ઓવૈસીની લીંબયત વિસ્તારમાં જાહેર સભા હતી. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા તેમને ભાજપ અને RSSના એજન્ટ ગણાવવામાં આવ્યા હતા.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરે આપણને આપણી લડાઈ લડવાનો, બંધારણમાં માથું ઊંચું કરીને જીવવાનો અધિકાર આપ્યો છે. તેનો આપણે સૌએ ઉપયોગ કરવો જોઈએ. ભાજપની બી ટીમ હોવાના સવાલ પર ઓવૈસીએ જણાવતા કહ્યું હતું કે, એ બી ટીમ નથી પરંતુ એ ટીમ છે. આરોપ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અમારા દ્વારા કુલ ત્રણ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. જેમાં ભાજપ એક પણ જગ્યા જીતી શકી ન હતી. હૈદરાબાદ, ઔરંગાબાદમાં ભાજપની કારમી હાર થઈ હતી. 1984 બાદ એક પણ મુસ્લિમ સાંસદ ગુજરાતમાં આવ્યા નથી.

ઓવૈસીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, દેશને બંધારણથી ચલાવવાનો છે. કોઈનું ઘર તોડતા પહેલા તેને નોટિસ આપવામાં આવે, કોર્ટમાં જાઓ અને પછી કાર્યવાહી કરવામાં આવે. રાજ ઠાકરે અંગે પૂછવામાં આવતા કહ્યું હતું કે, કોણ છે રાજ ઠાકરે હું નથી ઓળખતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *