આ દિવસોમાં એક ઓપ્ટિકલ ઈલ્યુઝન(Optical illusion) ચિત્ર સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ વાયરલ(viral) થઈ રહ્યું છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન ચિત્ર આંખોને છેતરવાનું કામ કરી રહ્યું છે. ખરેખર, તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા ચિત્રો જોવા મળશે. જે તમને વિચારવા પર મજબુર કરાવે છે. પરંતુ આ ઇલ્યુજન્સઓ ઉકેલવાની પણ એક અલગ જ મજા છે.
વર્તમાન ઓપ્ટિકલ ઇલ્યુઝન કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલ છે. તેમાં કાળા અને સફેદ પટ્ટાઓ વચ્ચે કેટલાક નંબરો છુપાયેલા છે જે તમારે ઓળખવાના છે. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન ચિત્ર સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. શેર કરવામાં આવેલ આ પોસ્ટમાં લોકોને અલગ અલગ નંબર દેખાય રહ્યા છે. જયારે આ વાત વર્ચ્યુઅલ દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
DO you see a number?
If so, what number? pic.twitter.com/wUK0HBXQZF
— Benonwine (@benonwine) February 16, 2022
આ ફોટો જ્યારથી શેર કરવામાં આવ્યો છે ત્યારથી આ ટ્વિટને લગભગ 2,300 લાઈક્સ અને 483 રીટ્વીટ મળી છે. વપરાશકર્તાઓએ આ પોસ્ટ પર વિવિધ ટિપ્પણીઓ કરી છે અને અન્ય લોકોને પણ પ્રતિક્રિયા આપવા માટે આમંત્રિત કર્યા છે. કેટલાક લોકો આ પટ્ટાઓમાં છુપાયેલા નંબરને 528 કહી રહ્યા છે તો કેટલાક 15283 કહે છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ પર પ્રતિક્રિયા આપી, કેટલાક તેમની આંખોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઇ ગયા હતા. તો અન્ય લોકોનું માનવું છે કે ચિત્ર ભ્રમ જીવનને પ્રતિબિંબિત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.