MDH Masala: એવરેસ્ટ અને MDH ના કેટલાક મસાલાઓ સિંગાપોર અને હોંગકોંગમાં પ્રતિબંધિત છે. જે બાદ હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ દેશભરમાં વેચાતા મસાલાની ગુણવત્તા તપાસવાનો નિર્ણય લીધો છે. એટલે કે તમામ બ્રાન્ડના મસાલાના(MDH Masala) સેમ્પલ લેવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન મુદ્દા હેઠળ, તે જાણવામાં આવશે કે આ બ્રાન્ડ્સ વેચાણના નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરે છે કે નહીં.
સિંગાપોરમાં પ્રતિબંધ
FSSAI સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. પરંતુ તે મસાલાની ગુણવત્તાને નિયંત્રિત કરતું નથી. સ્થાનિક બજારમાં વેચાતા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે તે માત્ર નમૂના લે છે. હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સ્પાઈસીસ બોર્ડ ઓફ ઈન્ડિયા તેની નોંધ લઈ રહ્યું છે. ત્યાં ચાર મસાલા મિક્સ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચાર મિશ્ર મસાલા વસ્તુઓ પર પ્રતિબંધ
એવું કહેવામાં આવી રહ્યું છે કે હોંગકોંગ અને સિંગાપોરમાં MDH અને એવરેસ્ટની ચાર મિક્સ મસાલા વસ્તુઓમાં જરૂરી કરતાં વધુ ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે. જે બાદ હોંગકોંગમાં સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ લોકોને તેને ન ખરીદવાની સલાહ આપી છે. વેપારીઓને પણ વેચાણ ન કરવા ચેતવણી આપવામાં આવી છે. એજન્સીએ આ મસાલા પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.
#Breaking After Singapore, Hong Kong has also decided to ban the sale of MDH and Everest spices due to concerns over alleged contamination. The move comes after the detection of ethylene oxide, a potentially carcinogenic pesticide, in certain spice mixes. #MDH #Everest pic.twitter.com/WM645ghtl1
— Prashant Gupta (@GuptaJi_Journo) April 22, 2024
ઇથિલિન ઓક્સાઈડનું વધુ પડતું પ્રમાણ કેન્સરનું કારણ બને છે
એવરેસ્ટ ફિશ કરી મસાલા, એમડીએચ કરી મસાલા, એમડીએચના મદ્રાસ કરી પાવડર અને એમડીએના સાંબર મિક્સ મસાલામાં સમસ્યા જોવા મળી છે. ઇથિલિન ઓક્સાઈડનું વધુ પડતું પ્રમાણ કેન્સર જેવા રોગો ફેલાવવાનું પરિબળ માનવામાં આવે છે. WHO ની ઇન્ટરનેશનલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એથિલિન ઓક્સાઇડને ગ્રુપ-1 કાર્સિનોજેન તરીકે માને છે. જે મનુષ્યમાં કેન્સરનું કારણ બને છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App