Organ Donation in Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 15 દિવસમાં ચોથું સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા 56 થઈ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા દિપક ભરત કાટેલાને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની અને લિવરનું દાન (Organ Donation in Surat) થયું હતું. જેના થકી ત્રણ વ્યકિતઓને નવું જીવન મળશે.
મળતી મહિતી અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય દિપક ભરત કાટેલાને તા.24/01/2024 ના રોજ સવારે 07:15 ના સમયગાળામાં ચક્કર આવતા જ નીચે બેસાડ્યા હતા અને ખેચ આવવાની સાથે જ તેઓ બેભાન થઇ ગયા હતાં. ત્યાર બાદ ગામમાં આવેલ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા ત્યાથી વધુ સારવાર માટે પાલઘરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં વધુ ગંભીર હાલત હોવાથી 1 કલાકમાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં જયા ડોક્ટરની સલાહ અનુસાર તા.25/01/2024ના રોજ વહેલી સવારે 03:30 કલાકે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.27/01/2024 ના રોજ વહેલી સવારે 03:07 વાગે RMO ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડો.જય પટેલ, ડો.પરેશ ઝાંઝમેરાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારમાં પત્ની નિર્મલાબેન દિપકભાઇ કાટેલા તથા દિકરી અશ્વીની દિપક કાટેલા તેમજ દિકરી જિયા જિતેશ ભુતકડે છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું.
બ્રેઈનડેડ દિપકભાઈ કાટેલાના બન્ને કિડ્ની અને લિવરને અમદાવાદની CIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૬મું અંગદાન થયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube