દિવાળીની પૂર્વ સંધ્યાએ સુરત સિવિલના પ્રયાસથી ત્રણ વ્યક્તિઓને મૃતકના અંગદાનથી નવજીવન મળ્યું

સુરતઃ રવિવારઃ- સુરતમાં રહેતા મૂળ બિહારના સિંગ પરિવારે તેમના સ્વજનના બે કિડની અને લિવરનું દાન કરી અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષી છે, અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

તા. ૨૦મી ઓક્ટોમ્બર ના રોજ સુરત ખાતે રહેતા અને મુળ બિહારના વતની ધર્મેન્દ્રસિંગ કામ અર્થે જતા હતા ત્યારે ટ્રકની ટક્કર વાગવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતા તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. જયાં ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું બે દિવસની સઘન સારવાર છતા ગતરોજ

તાઃ-૨૨મીના રાત્રે ડોકટરોની ટીમ દ્વારા ધમેન્દ્રસિંગને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર, મેડીકલ કોલેજના ડીન ડો. ઋતુબરા મહેતા તથા ડો. નિલેશ, ડો. નિમેશ વર્મા, RMO ડો. કેતન નાયક, ડો. પારૂલ વડગામા, ડો. નિલેશ કાછડિયા, ડો. પરેશ ઝાંઝમેરાએ તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેટ અંગેની જાણકારી આપી. તેમના પરિવારમાં ત્રણ દિકરા તથા એક દીકરીને ઓર્ગન ડોનેટની જાણકારી આપી અને તેમના પિતાના અંગોથી અન્ય લોકોને નવી જીંદગી આપી શકાય છે. આ અંગોથી તેમના પિતા અન્ય વ્યક્તિમાં જીવીત રહેશે તેવી માહિતી આપતા પરિવારજનોએ સંમતી આપી. આજરોજ સવારે અમદાવાદની IKDRCની ટીમ સુરત આવીને બે કીડની અને એક લિવરનુ દાન સ્વીકાર્યું હતું.અને અમદાવાદ ખાતે ત્રણ વ્યક્તિઓમાં  સફળ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમના જીવનમાં નવો ઉજાસ પાથર્યો હતો.

સવારે ઘટનાની જાણ થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ ખાતે આવીને અંગદાતા પરિવારજનોની મુલાકાત લઇને સમાજ પ્રત્યે ઋણ અદા કરવા બદલ આભારની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી હતી. સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા તથા અન્ય સિવિલના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

દિપાવલીના પાવન અવસરની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *