ગુજરાતના ભેસાણ ગામના ખેડૂતોએ ખર્ચાળ અને પારંપરિક ખેતીને છોડીને ચાલુ કરી ઓર્ગેનિક ખેતી અને આજે તેમાંથી દરેક ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરે છે. તેમ જાણતા જ હશો કે, ખેતીમાં વપરાતી દવાઓ અને કેમિકલ ખુબ જ મોંઘા હોય છે. અમુકવાર આવી દવાઓ અને કેમિકલના વધુ પડતા ઉપયોગને કારણે તે પાકને નુકશાન પણ કરી શકે છે. તેથી હવે ખેડૂતો દવાઓ અને કેમિકલને છોડીને પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થયા છે.
ભેસાણ ગામના ખેડૂતો કઈક આવી જ રીતે પ્રાકૃતિક ખેતી કરીને હાલમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ ગામના ખેડૂતો પારંપરિક ખેતી છોડીને મરચાની ઓર્ગેનિક ખેતી કરવા પર દોરાયા છે. તેઓનું કહેવું છે કે, મરચાની આવી ઓર્ગનીક ખેતીથી લાખો રૂપિયાની કમાણી થાય છે અને દરેકની આવકમાં વધારો પણ થયો છે.
ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતોને ખર્ચ પારંપરિક ખેતીમાં કરતા ઘણો ઓછો થાય અને તેની સરખામણીમાં મહેનત પણ ઘટી જાય છે. આટલું જ નહી પરંતુ કમાણી પણ સારી એવી થતી હોવાથી આ ગામના લોકો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતો આવી ઓર્ગેનિક મરચાની ખેતીમાંથી એક મણ મરચાંના લગભગ બે થી ત્રણ હજાર રૂપિયા મળતા હોવાથી ગામના દરેક લોકો આવી જ ખેતી કરવા લાગ્યા છે.
ભેસાણ ગામના ખેડૂતોને મરચાની ખેતીમાં ઘણો ઓછો ખર્ચો થઇ રહ્યો હતો. આ ઉપરાંત જ્યારે કોરોના દેશમાં કહેર મચાવતો હતો ત્યારે પણ લોકો ઓર્ગેનિક શાકભાજીની માંગ કરતા હતા. તેથી લોકો પારંપરિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી કરી તેમાંથી ઘણી સારી કમાણી કરતા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.