સુરત(SURAT): ભારત સરકાર(Government of India)ના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં તા. 03 થી ૧૩ માર્ચ ૨૦૨૩ સુધી હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, અડાજણ, સુરત ખાતે સરસ મેળા–૨૦૨૩(Saras Mela-2023)નું આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે. જેમાં ૧૫૦ જેટલા સખી મંડળીઓના સ્ટોલ ઊભા કરવામાં આવશે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વ-સહાય જૂથો(સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી તા. 03 થી ૧૩ માર્ચ ૨૦૨૩ દરમિયાન હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ના ઉદ્દેશથી ‘સરસ મેળો-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે.
‘સરસ મેળો-૨૦૨૩’ માં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના અંદાજિત ૫૦ સ્ટોલો પ્રદર્શિત કરવાની સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ૧૦૦ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવશે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડીજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.
આ કાર્યક્રમમાં આગામી તા.૦૪ માર્ચના રોજ સાંજે 05 વાગ્યે આદિજાતી વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, મિલિંદ તોરવણે, IAS કમિશનર-વ-સચિવ, ગ્રામ વિકાસ વિભાગ, મેનેજિગ ડીરેકટર –GLPC ગાંધીનગર, સુરત કલેકટર આયુષ ઓક (IAS) , ડીડીઓ સુરત બી. કે. વસાવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરતના નિયામક એમ. બી. પ્રજાપતિ, ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી સંઘના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.