ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે વિશ્વમાં વિશ્વમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોના વાઈરસથી શુક્રવાર સવાર સુધી 182 દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી 10,064 લોકોના મોત થયા છે. જ્યારે 24,7595 લોકોને ઈન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સાવી રાત એ છે કે આ દરમિયાન 88,522 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું.
જોકે, ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપીય દેશ ઈટાલીમાં સ્થિતિ વધારે ભયંકર છે. શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો 3,248 હતો જ્યારે ઈટાલીમા આ દરમિયાન ઈન્ફેક્શનના કારણે કુલ 3,405 લોકોના મોત થયા છે. સંપૂર્ણ કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું: તમામ આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધ રહેવા આદેશ.
અમેરિકામાં સમગ્ર રાજ્યને પ્રથમ વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થય વિભાગે કહ્યું છે કે, દેશમાં દર 10 મિનિટે એક ઈન્ફેક્ટડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર 50 મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં 453 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે.
સંપૂર્ણ કેલિફોર્નિયા લોકડાઉન કરાયું
સંપૂર્ણ કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું: તમામ આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધ રહેવા આદેશ કરાયો છે.અમેરિકામાં સમગ્ર રાજ્યને પ્રથમ વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના વડા ગેવિન ન્યુસમના આદેશ પ્રમાણે અમેરિકામાં સૌ પ્રથમ વખત રાજ્ય પ્રમાણે આ પ્રકારના નિયંત્રણ લાદવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કેલિફોર્નિયામાં કોરોનાના 900થી વધારે પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે અને 19 લોકોના મોત થયા છે.
કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ
દેશ | મોત | કેસ |
ઈટાલી | 3405 | 41035 |
ચીન | 3248 | 80967 |
ઈરાન | 1284 | 18407 |
સ્પેન | 831 | 18077 |
ફ્રાન્સ | 372 | 10995 |
અમેરિકા | 277 | 14354 |
બ્રિટન | 144 | 3269 |
નેધરલેન્ડ | 76 | 2460 |
જર્મની | 44 | 15320 |
સ્વિત્ઝર્લેન્ડ | 43 | 4222 |
ભારત | 5 | 215 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.