શું તમે પણ આવા ડોક્ટર પાસે સારવાર નથી લીધી ને? માર્કેટમાં ફરી રહ્યા છે નકલી ડોક્ટર- શહેરમાંથી આટલા તબીબો રંગેહાથ ઝડપાયા

રાજકોટ(ગુજરાત): રાજકોટમાં પરેશ પટેલની ક્લિનિક અને ગોડાઉનમાં આયુર્વેદિક દવા મળી હતી. ત્યારબાદ નવા એસટી બસ સ્ટેન્ડ પર ત્રીજા માળે ઓશો ક્લિનિકથી રેડમાં 1.59 લાખ રૂપિયાની કિંમતનો વધુ શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગને તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્થળ પર બોલાવી સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદિક દવાઓ અને મળી આવેલી સીરપ તથા ફૂડ કેટેગરીમાં ન્યુટ્રિશનલ હેલ્થ સપ્લિમેન્ટનું ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય થતો હતો. તે અંગે જરૂરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જરૂરી FSSSA નંબર મળી આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકામાં આ અંગે વેરિફિકેશન કરાવ્યો હતો. પરંતુ આ નંબરો પરેશ પટેલના નામે ન હતો.

મળતી માહિતી મુજબ, રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા પરેશ પટેલના મકાન અને ગોડાઉનમાં શહેર એસઓજીએ રેડ કરતા અલગ-અલગ 15 બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ તથા અલગ-અલગ સ્ટિકરો મળ્યા હતા. જેને કારણે પોલીસે તરત જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને સ્થળ પર બોલાવી દવા અને સીરપના જથ્થાની તપાસ કરાવી હતી. જેમાં કુલ 21,25,200નો દવા સીરપનો જથ્થો શંકાસ્પદ મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા સાંગાણીના રામોદ ગામે આવેલા વ્રજરાજ ઓર્ગેનિક્સના એફએસએસએઆઇ નંબરનો ઉપયોગ પરેશ પટેલ કરતો હતો. તેના માલિકને તપાસમાં બોલાવતા જાણવા મળ્યું હતું કે, તેઓ આવી કોઇ પ્રોડક્ટ બનાવતા નથી. તેમજ તપાસમાં આ કામે એક્સપાયરી દવાઓમાં નવા સ્ટિકર પણ મળી આવ્યા હતા. આ સ્ટિકર પ્રિન્સ નામના ગ્રાફિક ડિઝાઇનરે તૈયાર કર્યા હતા. જેથી સમગ્ર મામલે વ્રજરાજ ઓર્ગેનિક્સના માલિક ઉપેન્દ્ર નાથાણીએ પોલીસ ફરિયાદ કરી છે. જેમાં પોલીસે ડોક્ટર પરેશભાઇ હરીલાલ પટેલ, મીનલબેન, પરેશભાઇ હરીલાલ અને ગ્રાફિક ડિઝાઈનર પ્રિન્સ હીતેષભાઇ દઢાણીયાની અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *