ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. આવતી કાલે ચુંટણીનું પરિણામ(Gujarat Election Result) જાહેર થશે.
અત્રે ઉલ્લખનીય છે કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની શક્યતાઓ સેવવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપની ભવ્ય જીત થઇ શકે છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો AAPને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થઈ ગયું છે.
સુરતમાં ભાજપને જાણો કેટલી સીટ મળશે:
જણાવી દઈએ કે, સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 બેઠક પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની સંભાવના છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની સંભાવના છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા બોલાઈ રહ્યો છે.
તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણીના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. આવતી કાલે ચુંટણીનું પરિણામ જાહેર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.