5 બાળકોમાંથી પિતા 1 પુત્રીને અનાથાશ્રમમાં છોડી આવ્યા હતાં, તેણીએ આજે ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય- હાલ છે 8000 કરોડની માલકીન

Success Story: જો તમારી પાસે કંઈક કરવાનો જુસ્સો હોય, તો સંઘર્ષ અને પડકારો માત્ર સીમાચિહ્નરૂપ લાગે છે. મુશ્કેલ માર્ગો પણ લોકોને હિંમતથી તેમની મંઝિલ સુધી…

Success Story: જો તમારી પાસે કંઈક કરવાનો જુસ્સો હોય, તો સંઘર્ષ અને પડકારો માત્ર સીમાચિહ્નરૂપ લાગે છે. મુશ્કેલ માર્ગો પણ લોકોને હિંમતથી તેમની મંઝિલ સુધી લઈ જાય છે. આ સક્સેસ સ્ટોરી(Success Story) પણ એક એવી જ ભાવનાની છે, જેમનું બાળપણ અને યુવાની અત્યંત ગરીબી અને વંચિતતામાં વીત્યા હતા. પરંતુ,તેમના હૃદયમાં હંમેશા કંઈક કરવાની ખેવના હતી. એક સમયે 5-5 રૂપિયાની રોજીંદી મજૂરી કરતી આ મહિલા આજે અમેરિકામાં પોતાની સોફ્ટવેર કંપની ચલાવે છે, જેની કિંમત હવે અબજો ડોલર છે.

અહીં વાત થઇ રહી છે જ્યોતિ રેડ્ડીની. તેલંગાણાના વારંગલમાં જન્મેલી જ્યોતિના પિતા ખૂબ જ ગરીબ હતા અને પૈસાની અછતને કારણે તેમણે 8 વર્ષની ઉંમરે 5 બાળકોમાં બીજા નંબરની જ્યોતિને અનાથાશ્રમમાં છોડી દીધી હતી. જે બાદ તેમનું જીવન ખુબ જ સંઘર્ષથી વીત્યું હતું.જે બાદ અહીં જ્યોતિને સંપૂર્ણ ભોજન અને સરકારી શાળામાં અભ્યાસ કરવાની તક મળી.

16 વર્ષની ઉંમરે લગ્ન, 18 વર્ષની ઉંમરે 2 બાળકો
જ્યોતિએ 16 વર્ષની ઉંમરે એક ખેડૂત સાથે લગ્ન કર્યા.જે બાદ તે 18 વર્ષની હતી ત્યાં સુધીમાં જ્યોતિ બે દીકરીઓની માતા બની હતી. પોતાના પરિવારનું ભરણપોષણ કરવા તેણે રોજના 5 રૂપિયામાં ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ વલણ 1985 થી 1990 સુધી ચાલુ રહ્યું. ત્યારબાદ તેને સરકારી સ્કીમ હેઠળ શિક્ષિકાની નોકરી મળી અને રાત્રે કપડાં સીવીને થોડા પૈસા કમાવા લાગી.

સામાજિક પડકારો છતાં પણ અડગ રહ્યા
પરિવાર અને સમાજની તમામ મુશ્કેલીઓ અને સામાજિક કડવાશો સહન કરીને પણ જ્યોતિએ અભ્યાસનો ઝનૂન છોડ્યો નહીં. તેમણે વર્ષ 1994માં ડૉ. ભીમ રાવ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી લીધી, પછી વર્ષ 1997માં કાકટિયા યુનિવર્સિટીમાંથી પીજી કર્યું. આટલા અભ્યાસ પછી પણ જ્યોતિની કમાણી મહિને માત્ર 398 રૂપિયા સુધી પહોંચી શકી હતી.

અમેરિકા પહોંચી ગયા પછી પણ જ્યોતિની મુસીબતો ઓછી ન થઈ
જ્યોતિના જીવનમાં પ્રકાશ ત્યારે આવ્યો જ્યારે અમેરિકાથી તેના એક સંબંધીએ તેને વિદેશ જઈને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી. આ પછી જ્યોતિએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો અને પરિવારને છોડીને અમેરિકા ચાલી ગઈ. અમેરિકા પહોંચી ગયા પછી પણ જ્યોતિની મુસીબતો ઓછી ન થઈ. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેને પેટ્રોલ પંપથી લઈને બેબી સીટિંગ સુધીનું કામ કરવું પડતું હતું. ધીમે ધીમે તેણે થોડા પૈસા ભેગા કર્યા અને પોતાનું કામ જાતે કરવાનું વિચાર્યું.

આજે જ્યોતિ પાસે અમેરિકામાં 4 ઘર છે અને હૈદરાબાદમાં એક હવેલી છે
જ્યોતિની મૂડીની વાત કરીએ તો 40 હજાર ડોલરની મૂડી એકઠી કરી હતી, જેની મદદથી તેણે વર્ષ 2001માં ફોનિક્સ, એરિઝોના, યુએસએમાં કી સોફ્ટવેર સોલ્યુશન્સ નામની કંપની બનાવી હતી. તેની મહેનત રંગ લાવી અને તેણે પ્રથમ વર્ષમાં $1.68 લાખનો નફો કર્યો. 3 વર્ષમાં કંપનીનો નફો વધીને 1 મિલિયન એટલે કે 10 લાખ ડોલર થઈ ગયો. 2021 માં, કંપનીની આવક $2.39 કરોડ એટલે કે લગભગ રૂ. 200 કરોડ સુધી પહોંચી. આજે જ્યોતિની કંપનીએ 1 અબજ ડોલર એટલે કે રૂ. 8,300 કરોડનું માર્કેટ કેપ વટાવી દીધું છે. આજે તેમની કંપનીમાં 100 થી વધુ લોકો કામ કરે છે. આજે જ્યોતિ પાસે અમેરિકામાં 4 ઘર છે અને હૈદરાબાદમાં એક હવેલી છે. તે મર્સિડીઝ કાર અને સેંકડો કપડાંનો સંગ્રહ પણ રાખે છે.