સુરત (Surat): ગુજરાત (Gujarat) રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં સામે વાળાની ભૂલને કારણે જીવ ગુમાવે છે. વધુ એક આવી જ અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે.
સુરતના વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું આગળનું ડ્રાઈવર સાઈડનું વ્હીલ ફાટી જતાં ડિવાઈડર કુદાવીને સામેની તરફ જઈને બે બાઈક અને એક રાહદારીને અડફેટ મારી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં છે.
ચાર મૃતકોમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે. આ દંપતી પરિવાર સાથે રવિવારની રજા હોવાના કારણે ફાર્મ હાઉસમાં ગયા હતા. દંપતી જયારે રજાઓનો આનંદ માણીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો.
સુરત શહેરમાં આવેલા કામરેજના અંત્રોલી ગામની હદમાં એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. હનુમાન દાદાના મંદિર પાસે વેલંજા- નવી પારડી રોડ પર રવિવારે સાંજે વેલંજા તરફથી આવતી આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપનું ડ્રાઈવર તરફનું આગળનું વ્હીલ ફાટી ગયું હતું.
તેથી ડ્રાઈવરનું પિકઅપ પરથી નિયંત્રણ બેકાબુ થયું અને પિકઅપ ડિવાઈડર કુદીને સામેની તરફ જતું રહ્યું હતું. સામેના રોડ પર જઈ રહેલી બે બાઈકને અને એક રાહદારીને અડફેટ મારી હતી. આ ઘટનામાં વિપુલ દાનસંગ ગોહિલ (38), ગીતાબેન વિપુલ ગોહિલ (37), અજય અરજણ એરડા (25), ભાવેશ લક્ષ્મણ ભરડા (30) અને એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા.
આ ઘટનામાં ગીતાબેન, વિપુલ, અજય એરડા અને રાહદારી ચાર વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ભાવેશ ભરડાને ઈજા થઇ છે તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સર્જાયા બાદ પિકઅપ ચાલક ઘટના સ્થળે વાહન મુકીને ત્યાંથી નાસી ગયો છે. અકસ્માત બનતા તરતજ અંત્રોલીના લોકો મદદ કરવા માટે દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.