ગુજરાત(Gujarat): રાજ્યમાં ચાલી રહેલી સરકારી શાળાઓના ક્લાસરૂમથી લઈને અલગ અલગ ઓરડાઓ વગેરે મુદ્દાને ધ્યાનમાં લઈને દિલ્હી(Delhi)ની આમ આદમી પાર્ટી(AAP)ની સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) દ્વારા ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્યના શિક્ષણમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમયે ભાજપ(BJP)ની ટીમ દિલ્હી જઈને દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં સુવિધા તથા મેડિકલમાં આપવામાં આવતી સુવિધાઓની પોલ ખોલી હતી. આમ બંને રાજકીય પક્ષો વચ્ચે સામસામે આક્ષેપબાજીના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ બધાની વચ્ચે કેજરીવાલ સરકારની પોલ પછી ખોલજો પહેલા ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી શાળાઓની શું હાલત છે તે સરકારે જોવી જોઈએ.
આ બધાની વચ્ચે અમદાવાદ(Ahmedabad)થી અંદાજે 70 કિલોમીટરના અંતરે આવેલ દેત્રોજ તાલુકાના ગમાનપુરા(Gamanpura) ગામમાં કેટલાય વર્ષોથી ચાલતા ધોરણ છ થી આઠ ના વર્ગો બંધ કરવાનો કડકપણે અમલ કરવાની જાહેરાત કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને હોબાળો મચી જવા પામ્યો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ગમાનપુરા ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીપુરા ગામ ની શાળા માં પિક્ચર થી હોને અભ્યાસ કરવા માટે ની ફરજ પડી રહી છે. ત્યારે બાળકોની સલામતીને લઈને ગામવાસીઓ માં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારના આ બેકાર પગલાં સામે ગ્રામજનોએ જંગ છેડી દીધી હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ જો ગામમાં શાળા ફરીથી શરૂ નહીં થાય તો આંદોલનને ઉગ્ર બનાવવા નું ગ્રામજનોએ એલાન આપ્યું છે. જેના ભાગરૂપે ગામમાં ધોરણ 1 થી 5 ની ચાલતી ગમાનપુરા પ્રાથમિક શાળાને જ નહીં પરંતુ આંગણવાડી, પોસ્ટ ઓફિસ તેમ જ ગ્રામ પંચાયતની ઓફિસને પણ તાળા મારી દેવામાં આવ્યા છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ગામના નોટીસ બોર્ડ પર કોઈપણ રાજકીય પક્ષો તથા સરકારી કર્મચારીઓને ગામ માં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ થી અંદાજે 70 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં 1200 જેટલા લોકોની વસ્તી વસવાટ કરી રહી છે. આ ગામમાં પટેલ થી માંડીને રબારી સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, રાવલ સમાજ, અનુસૂચિત જાતિના લોકો રહે છે. ગ્રામજનો માટે ગામના પ્રવેશ દ્વારની નજીક જ 1955માં ધોરણ 1 થી 8 ની શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારે 20-11-2020 ના રોજ સરકાર દ્વારા ધોરણ 6 7 અને 8 ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને ગમાનપુરા ગામથી લગભગ ત્રણ સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીપુરા ગામ માં આવેલી પ્રાથમિક શાળામાં ખસેડવાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનોની રજૂઆત તથા કોરોના મહામારીના કારણે શાળા હાલ સુધી ગમનપુરા માં ચાલતી હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 44 વિદ્યાર્થી જ્યારે ધોરણ છ થી આઠમાં ચરથીઓ અભ્યાસ કરે છે. પરંતુ ગમાનપુરા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગને આજથી એટલે કે 30 જૂનથી બંધ કરવાની તાજેતરમાં જાહેરાત કરવાની સાથે કડકપણે અમલ કરવાની તાકીદ કરવામાં આવી હતી. જેને કારણે અકળાય ઊઠેલા ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી થી માંડીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપરાંત અનેક સત્તાધીશો સામે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ પરિણામ ન આવવાને કારણે આખરે કંટાળેલા ગ્રામજનોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે દેત્રોજ તાલુકામાં આક્રોશ રેલી કાઢી હતી. જેમાં વાલીઓ વિદ્યાર્થીઓ સહીત ગામના અનેક લોકો જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.