સુરત પોલીસની સરાહનીય કામગીરી… ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન થતા ચારેબાજુ છવાઈ હર્ષની લાગણી

સુરત(Surat): રાજયમાં ક્રાઈમ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. નાની-નાની બાળાઓનું અપહરણ કરી હવસખોરો પોતાની હવસ સંતોષે છે, જયારે અમુક તો છોકરાઓને પણ નથી છોડતા. રાજ્યમાં હાલ એવો જ એક શર્મસાર કિસ્સાઓ સામે આવ્યો છે.

બે અજાણ્યા ઇસમો 14 વર્ષના બાળકનું કર્યું અપહરણ
વર્લા ગામમાં રહેતાં 14 વર્ષનાં બાળકનું અપહરણ કરી બે અજાણ્યા ઇસમોએ સુરતમાં એકલો રખડતો મૂકી દીધો. મળતી માહિતી અનુસાર, સુરત બસ સ્ટેશન પાસે એક 14 વર્ષનો બાળક રડતો હતો. તે જોઈ સુરત શહેર ટ્રાફિક પોલીસ(Traffic Police) તેની પાસે મદદ માટે ગઈ,

આ સમયે સુરત શહેર ટ્રાફિક પી.આઇ.કે.એ.ચાવડા અને હે.કો. રાજેશકુમાર વાલજીભાઇ, ભેરાભાઇ ખેતાભાઇ અને ટી.આર.બી અવિનાશ કૈલાશ, રાહુલ મુકેશ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે બાળક સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તે બાળક વર્લા ગામનો વતની છે. પરંતુ બે ઈસમોએ તેને ફોસલાવીને બસમાં બેસાડી સુરત લઈ આવ્યા હતાં.

ત્યારબાદ સુરત બસ સ્ટેશન પર તે 14 વર્ષના બાળકને મુકીને ફરાર થઈ ગયાં હતાં. આટલું જણાવીને બાળકે ટ્રાફિક પોલીસને એનાં પિતાનો મોબાઇલ નંબર આપ્યો જેથી તેનાં પિતા સાથે તેનો કોન્ટેક્ટ થઈ શકે. ટ્રાફિક પોલીસે બાળકનાં પિતા સાથે વાત કરી અને તેનાં ગુમ થયેલાં બાળકની માહિતી આપી આ સંભાળીને તેનાં પિતા ખૂબ ખુશ થઇ ગયા અને સુરત રહેતા એમના સંબંધીને બાળકને લેવા માટે મોકલ્યા. બાળકનું પરિવાર સાથે મિલન થતા હર્ષની લાગણી છવાઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *