જૂનાગઢમાં પ્રેમલગ્ન કરી સુખેથી રહેતા યુગલને જાહેરમાં કુહાડી મારી પતાવી દેવાયા- જાણો અહી

જુનાગઢના માંગરોળના દરસાલી ગામના યુવક, યુવતીએ ચાર માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ ગઈકાલે કેશોદથી જૂનાગઢ આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા બે શખ્સોએ તેના પર કુહાડીથી જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા, જે અંગે વંથલી પોલીસમાં બે અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડરનો ગુનો નોધવામાં આવ્યો હતો.

મૃતક ધારા પરમારનો ભાઈ રાજુ પરમાર અને તેની સાથે તેનો કૌટુંબિક ભાઈ અંકિતની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, હાલ પોલીસે બને શખ્સોને શકમંદ તરીકે ગણાવીને તેની સામે તપાસ શરૃ કરી છે, પોલીસને મળેલી માહિતી મુજબ બને મૃતકોએ પ્રેમ લગ્ન કર્યા બાદ ગામમાં બાઈક પર સાથે ફ્રરતા હતા, જે બાબત રાજુને ગમતી ન હતી, બેનને ગામમાં ફેરવતો હોવાથી આવેશમાં આવીને બેન-બનેવીને પતાવી દીધાની શંકા સેવાઈ રહી છે.

દરસાલી ગામેથી ચાર મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર અલગ અલગ જ્ઞાતિના યુવક સંજય રામશીભાઈ રામ અને યુવતી સંજય રામ (ધારા ભાણાભાઈ પરમાર)ની ગઈકાલે સાંજે વંથલી નજીક કરપીણ રીતે કુહાડીના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી હતી, તે ઘટનાને નજરે નિહાળનાર મૃતક સંજયના બહેન વનિતાબેન દેવશીભાઈ નંદાણીયાએ જણાવ્યું કે, ગઈકાલે તેઓ કેશોદ મુકામે કૃષ્ણનગર વેરાવળ રોડ ઉપર રહેતા તેમના મોટા બહેન ગીતાબેનને ઘરે ગયા હતા.

આ અંગે ૧૦૮ને તથા પોલીસને જાણ કરતા એસ.પી. સૌરભસિંહ એલ.સી.બી. વંથલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ.માં મોકલી, ઈજાગ્રસ્ત સંજયભાઈના બહેનને સારવારમાં ખસેડયા હતાં.

આ અંગે એસ.પી. સૌરભસિંહે જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સો કુહાડીના ઘા ઝીંકી દંપતિની હત્યા કરી ફરાર થઈ ગયા છે. યુવક યુવતી અલગ જ્ઞાાતીના છે. ચારેક માસ પૂર્વે લ્ગન કર્યા હતાં. આથી પ્રેમપ્રકરણ સહિતની દિશામાં તપાસ શરૂ કરી સી.સી.ટી.વી.ના ફ્રુટેજ મેળવવાનું શરૂ કર્યું છે. તેમજ નજરે જોનાર પાસેથી વિગતો મેળી ફરિયાદ દાખલ કરવા તજવીજ ચાલી રહી છે. અને ટૂંક સમયમાં આરોપી પકડાઈ જશે.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સંજય રામ, તેના પત્નિ ધારાબેન તથા સંજયભાઈના બહેન બાઈક પર કેશોદથી ત્રિપલ સવારીમાં જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં. તેઓ કેશોદ વંથલી હાઈવે પર વંથલી નજીક પેટ્રોલ પમ્પ પાસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સો પાછળથી બાઈક પર આવ્યા હતાં. અને બાઈક ચલાવતા સંજયના હાથ પર કુહાડી મારી હતી. આથી બાઈક પડી ગયું હતું. અને ત્રણેય ફંગોળાઈ ગયા હતાં. જેમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *