ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે ફરી એક વખત સુરતમાંથી આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં રોડ નબર 9 પર આવેલા પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પહેલા માળે ફસાયેલા હાર્ડવેરની દુકાનમાંથી 15થી 20 જેટલાને રેસ્ક્યુ કર્યા હતા.
આ સમગ્ર ઘટના દરમિયાન એકનો મૃતદેહ સિલિન્ડર નીચેથી મળી આવ્યો હતો. જ્યારે ચાર જેટલા ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા છે. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો.
આ સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર, સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાય નામની દુકાનનું ગોડાઉન આવેલું છે. જેમાં લગભગ બપોરે 12.30 વાગ્યાની આસપાસ ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળા અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે પહેલા માળે હાર્ડવેરની દુકાનમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દુકાનમાંથી 15થી 20 જેટલાને રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગને કાબુમાં લાવતા સમયે ગોડાઉનમાંથી 45 વર્ષીય મનોજ યાદવ નામના વ્યક્તિની સિલિન્ડર નીચેથી લાશ મળી આવી હતી. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્રિષ્ના મોડે જણાવ્યું હતું કે, આ આખા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી. જેથી તેની તપાસ કરાશે. તેની પાસે લાયસન્સ હતું કે નહીં તે જાણ નથી. જોકે, તેની તપાસ અમારા અંડર આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP