સરકારી હોસ્પિટલમાં ઓક્સીજન સપ્લાય બંધ થતાં 22 દર્દીઓના દર્દનાક મોત, 35ની સ્થિતિ ગંભીર- જુઓ વિડીયો

કોરોના કાળ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાંથી ખરાબ સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી. ઓક્સિજન ટેન્કર લીક થવાને કારણે 22 દર્દીઓએ જીવ ગુમાવ્યો. ડોક્ટરનું કહેવું છે કે, હોસ્પિટલમાં બીજા ટેન્કર ભરતી વખતે એક ઓક્સિજન ટેન્કર લીક થઈ ગયું. આને કારણે હોસ્પિટલમાં લાંબા સમયથી ઓક્સિજન પૂરું પડ્યું નહિ. આ દરમિયાન વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હજુ પણ 30થી 35 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

સરકારનું કહેવું છે કે, આ ઘટના ખરેખર દુ:ખદ છે. મળતી માહિતી મુજબ, ઓક્સિજન સપ્લાય બંધ થવાને કારણે 22 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ માટે એક તપાસ સમિતિની રાખવામાં આવી છે. એફડીએ મંત્રી રાજેન્દ્ર શિંગાણે કહે છે કે, આ ઘટના માટે દોષિતોને સજા કરવામાં આવશે. તેમનું કહેવું છે કે, ટેન્કર વાલ્વમાં ખામી હોવાને કારણે ટેન્કરમાંથી મોટા પાયે ઓક્સિજન બહાર નીકળવાનું શરૂ થયું હતું. આ લીકેજની અસર હોસ્પિટલમાં હાજર દર્દીઓના ઓક્સિજન સપ્લાય પર પડી હતી.

જાકિર હુસૈન હોસ્પિટલમાં જે સમયે ઓક્સિજનનો સપ્લાઈ રોકાઈ ગયો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન પર અને 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. આ દરમિયાન વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હજુ પણ 30થી 35 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓક્સિજનનો સપ્લાઈ અટકવાથી હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ઘટના સમયે હોસ્પિટલના વેન્ટિલેટર પર 23 દર્દીઓ હતા. તેમાંથી 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હાલમાં 35 જેટલા દર્દીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તે બધાને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે. પરંતુ હવે હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હોસ્પિટલ વહીવટીતંત્રનું કહેવું છે કે, હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

ડોક્ટરનું કહેવું છે કે, હોસ્પિટલમાં બીજા ટેન્કર ભરતી વખતે એક ઓક્સિજન ટેન્કર લીક થઈ ગયું. આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમે વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે હોસ્પિટલમાં ધુમાડો ફેલાય છે. સ્થળ પર હાજર લોકો ફેસ-શિલ્ડ લગાવીને ઓક્સિજન રોકવાનું કામ કરી રહ્યા છે. હોસ્પિટલના વહીવટીતંત્રે પણ ઘટનાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ઉપર બોલાવવામાં આવી હતી.

આ ઘટનાને કારણે હોસ્પિટલના આખા વિસ્તારમાં ગેસ ફેલાઈ ગયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક સ્થાનિક લોકો તેમજ હોસ્પિટલમાં હાજર દર્દીઓના પરિવારજનો ગેસ લિક જોવા માટે ત્યાં એકઠા થયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં ઓક્સિજનનો બગાડ થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વિડીયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશભરમાં ઓક્સિજનની અછત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *