ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઇએ કે, સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આજ રોજ ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે આ સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં જઈ રહેલા PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાની બારડોલી જતા રસ્તામાંથી જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. શા માટે પોલીસ દ્વારા અલ્પેશની અટકાયત કરવામાં આવી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. મહત્વનું છે કે, PAAS દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
સરદાર સન્માન સંકલ્પ યાત્રા અંગે PAAS નેતા અલ્પેશ કથીરિયાએ યાત્રામાં જોડાવા અહવાન કર્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) નું નામ બદલવાના વિરોધમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS સમિતિ પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ નોંધવવામાં આવશે.
સ્ટેડિયમનું નામ ફરી એકવાર સરદાર પટેલ કરવાની માંગ સમક્ષ કરવામાં આવશે. બારડોલીથી ‘સરદાર સંકલ્પ યાત્રા’ કાઢી આ મુદ્દે વિરોધ નોંધવવામાં આવશે. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી સરદાર સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. સરદાર સંકલ્પ યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન પછી તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. પરંતુ નામ બદલતા જ પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે અને સરદાર પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે ‘સરદાર સંકલ્પ આંદોલન સમિતિ’ રચના કરવામાં આવી છે. આ સરદાર સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજે ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજવામાં આવી છે. પરંતુ આ સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં અલ્પેશ કથીરિયા પહોંચે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.