ચુંટણી પહેલા જ ભાજપ નેતાનો બફાટ, પબુભા માણેકે કહ્યું; પેટ્રોલ-ડીઝલ 200 રૂપિયે થાય તોય અમને પોસાશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. ત્યારે હવે તમામ રાજકીય પક્ષો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. ત્યારે હવે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગુ ગયા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ(Congress) હોય કે આમ આદમી પાર્ટી(AAP). ત્યારે આ બધાની વચ્ચે હવે ભાજપના એક નેતાઓ બફાટ સામે આવ્યો છે. ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે પ્રચાર દરમિયાન વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. દ્વારકાથી ભાજપના ઉમેદવાર પબુભા માણેક(Pabubha Manek)નુ વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણ ગરમાય ગયું છે.

પબુભા માણેકે જાણો શું આપ્યુ વિવાદિત નિવેદન?
મહત્વનું છે કે,એક બાજુ જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે તો બીજી બાજુ ભાજપ નેતા પબુભા માણેક એમ કહી રહ્યા છે કે, તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને કઈ વાંધો નથી. મોંઘવારીના પ્રશ્ને પબુભા માણેક વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણ ગરમાય ગયું છે. પબુભા માણેકે કહ્યું કે, ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય તેમણે કહ્યું હતું કે, આવક લાખમાં જોઈએ, આ મોંઘવારી નથી ફુગાવો છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *