મુંબઈ, સૌરાષ્ટ્ર, સુરતને જોડવા દરિયામાં ભોયરું બનશે? ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પાસે કરવામાં આવી માંગ

સુરતમાં કિરણ મેડિકલ કોલેજના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ…

સુરતમાં કિરણ મેડિકલ કોલેજના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ તમામ રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહ્યા હતા.અને ગુજરાત પ્રદેશ ભાજપના પણ ઘણા બધા નેતાઓં અને ધારાસભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સામાજીક આગેવાન, અને હીરા ઉદ્યોગપતિ, તેમજ પદ્મશ્રી, એવા મથુરભાઇ સવાણીએ આજના મુખ્ય સમારંભને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, એમ છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે કોલેજનો અભાવ જાણતો હતો. આ ગંભીર પ્રકારના પ્રશ્નો બાબતે ઘણા બધા ઉદ્યોગપતિઓ સાથે વાત કરવામાં આવી હતી ચર્ચા કરવામાં આવી હતી. અને એક મેડીકલ કોલેજનું નિર્માણ થાય તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બહાર ના જવું પડે એવા હિતસાથે સત્કાર્યનો આરંભ કર્યો હતો.

સૌથી પહેલા અને સૌથી વધુ તૈયારીઓ બતાવનાર ઉદ્યોગપતિ એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ એસ લખાણી તૈયાર થયા હતા. અને કિરણ મેડિકલ કોલેજની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જે આવનારા દિવસોમાં ખુબજ સારું સાબિત થશે.

આ પ્રસંગે મથુરભાઇ સવાણી જણાવી રહ્યા હતા કે, આજે જ્યારે વિશ્વમાં સર્વે થાય છે, ત્યારે સુરતનો વિશ્વના વિકાસના ફાળામાં આઠમો નંબર, ચોથો નંબર, એવી રીતે આવે છે જેમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને સરકાર બંને નો ખુબજ મહત્તવનું ફાળો રહ્યો છે. શહેર અને દેશના વિકાસમાં સરકાર અને ઉદ્યોગપતિઓ નો ભાગ સરખો અને મહત્વનો હોય છે.

આજે જ્યારે વિશ્વમાં હીરાનો વ્યવસાય માત્રને માત્ર સુરત પાસે છે. દુનિયામાં તૈયાર થતા 10 હીરોમાંથી 8 હીરા માત્રને માત્ર સુરત બનાવી ને આપે છે. સુરતના હીરા વિશ્વમાં સૌકોઈને આકર્ષે છે, ત્યારે દુનિયાને આકર્ષી શકે અને દુનિયાની નજર સ્થિર થઇ શકે તેવું માર્કેટ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરતમાં પણ હોવું જોઈએ. અને તે વિચાર સાથે તેઓ સુરત, અમદાવાદ, અને મુંબઈના વ્યાપારીઓ સાથે વાત કરે છે.

લાંબી ચર્ચા બાદ મુંબઇ અને સુરત અને વ્યાપારી મિત્રો ભેગા થયા અને આ અંગે ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી, અને તરત જ આ બાબતે લાલજીભાઈ અને મથુરભાઈ ને જમીન બાબતની તેમજ સંપૂર્ણ આયોજનની જવાબદારી સોંપી દેવામાં આવી.

સુરતના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે, સક્રિય છે, અને તેનો અમલ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે. અને લોકોને ખૂબ સારો એવો લાભ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ખૂબ જ સાથ, સહકાર આપી રહ્યા છે. તેઓ ડગલેને પગલે માર્ગદર્શન પણ ખૂબ સારું આપી રહ્યા છે. હમણાં એક ડાયમંડ હોસ્પિટલ બનાવવા માટે રજૂઆત કરતા તેઓએ 12000 પ્લોટ રૂપિયા ૧ના ટોકન ભાવે રાજ્ય સરકારશ્રી પાસેથી પાસ કરાવી દીધા છે. તેમના માટે સી.આર.પાટીલનો ખુબ ખુબ આભાર માનું છું, અને ગુજરાત રાજ્યને ખૂબજ સારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ મળ્યા છે તેની ખુશી વ્યક્ત કરું છું.

જીતુભાઈ વાઘાણી પણ ખૂબજ  સંનિષ્ઠ અને કર્મશીલ છે. તેઓ પણ સંકલન અને સંગઠનમાં ખૂબ જ સારો સહયોગ આપી રહ્યા છે. દસ પંદર દિવસે સામેથી ફોન કરીને માહિતી પણ મેળવી રહ્યા છે, તો બીજી તરફ જ્યારે કેનાલ રોડની જરૂર હતી ત્યારે પૂર્ણેશભાઈ મોદી દ્વારા તુરંતજ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તો સુરતના દર્શનાબેન જરદોશ કે જેઓ દિલ્હી છે પણ દિલ્હીનું  કોઈ પણ કામ હોય, તેઓ ખૂબ જ સારી રીતે અને ઝડપી પૂર્ણ કરાવીને ખૂબજ સારું સંકલન કરે છે, અને ખૂબ સારી મદદ કરી રહ્યા છે.

જેવી રીતે હાલમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેવી રીતે ટૂંક સમયમાં સુરતી વાસીઓ મેટ્રોની સુવિધાથી સજ્જ થઇ જશે. ત્યારે ઘણા બધા સુરતીઓના એવી પણ ઇચ્છા હતી કે, સુરતના વરાછા થી છેક ડાયમંડ બુર્સ સુધી પણ વ્યવસ્થા કરવામાં આવે. અને આ એક નાની એવી રજૂઆતથી તુરંતજ આનંદીબેન પટેલ દ્વારા સુરતના વરાછા થી ડાયમંડ બુર્સ સુધીના ૧૨ હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટની મંજૂરી આનંદીબેન પટેલ દ્વારા તુરંત મંજૂર કરવામાં આવી હતી. આ મેટ્રો માટે જે ભોયરા જોયા એ જોઇને લાગે છે કે સુરત મુંબઈ અને સૌરાષ્ટ્ર ને જોડવા 40 કિલોમીટર નું બોગદું બનાવી નાખો તો કામ થઇ જાય.

મથુરભાઈ સવાણી વધારે જણાવી રહ્યા છે કે, હાલના સમયે ગામનો સરપંચ તમારો, તાલુકા પંચાયત તમારી પાસે, ધારાસભ્ય તમારો, સંસદ સભ્ય તમારી પાસે, અરે રાજ્યના મુખ્યમંત્રી પણ તમારા, દેશના પ્રધાનમંત્રી પણ તમારી સાથે છે, અને ત્યાં સુધી કે પૂરી દુનિયા પ્રધાનમંત્રી નું માને છે સાંભળે છે હવે અત્યારે દેશનો વિકાસ નહીં થાય તો ક્યારે? આપણે અત્યારે વિકાસ નહીં કરીએ આગળ નહીં આવીએ તો ક્યારે આવીશું મારા મતે આ જ સૌથી ઉત્તમ સમય છે વિકાસ કરવા માટે પોતાના ધંધા આગળ લઈ જવા માટે.આજે જ્યારે તમામ પ્રકારની સહાય મદદ સાથ-સહકાર સુવિધા સંપુર્ણપણે અને સૌ કોઈ માટે ઉપલબ્ધ છે જ્યારે દેશના વિકાસ માટે આનાથી ઉત્તમ તક આપણા માટે કઇ હોઇ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *