પાકિસ્તાન: હાલ પાકિસ્તાનમાં સત્તામાં આવેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શાસનમાં પણ હિન્દુઓની વિરૂદ્ધ અત્યાચાર અને તેમને જબરદસ્તીથી મુસ્લિમ બનાવાની ઘટના શરુ જ છે. ઓછામાં ઓછા 60 હિન્દુ પરિવારો જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના માલ્ટી વિસ્તારમાં રહે છે. તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાના પાકિસ્તાનમાં માંથી અનેક બનાવો સામે આવતા હોય છે. આ વખતે એકસાથે 60 હિન્દુને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. જે સમયે ધર્મપરિવર્તન કરાયું એ સમયનો પણ વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો આ વીડિયો છે જ્યાં જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનું ગઢ બની ગયો છે.
હિન્દુઓની સંખ્યા પાકિસ્તાનની કુલ વસતીમાં અંદાજે 2% એટલે કે 45 લાખ છે. સિંધ પ્રાંતમાં મોટા ભાગના લોકો રહે છે. આ શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે તેમાં નગર નિગમના ચેરપર્સન અબ્દુલ રઉફ નિજમાની કથિત રીતે સામૂહિક ધર્મપરિવર્તનમાં સહયોગ કરી રહ્યા છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, અલહમદુલ્લિલાહ આજે મારી નજર હેઠળ 60 લોકો મુસલમાન થયા છે. તેમના માટે દુઆ કરો.
ખુદ નિઝામીએ આ વાયરલ વીડિયોને શેર કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, એક મૌલવી હિન્દુઓને કલમા પઢાવી રહ્યા છે. એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે, તેમનું ધર્મ પરિવર્તન સંપૂર્ણપણે થઇ જાય. અન્ય એક વીડિયોમાં મૌલવી દાવો કરી રહ્યા છે કે, આ હિન્દુઓની પહેલી નમાજ છે. તેમણે કહ્યું કે, મુસલમાનના જીવનમાં માત્ર એક લક્ષ્ય છે કે, અલ્લાહને ખુશ કરો.
મૌલવીએ કહ્યું છે કે, આમ કરવાથી જીવનનો ઉદ્દેશ પૂરો થઇ જશે. આવું પહેલી વખત નથી થયું કે, જ્યારે પાકિસ્તાનમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન થયું હોય. માર્ચમાં 13 વર્ષની હિન્દુ છોકરી કવિતાનું અપહરણ કરાયું હતું અને તેને જબરદસ્તી મુસલમાન બનાવી દીધી હતી. મિયાં મિઠ્ઠુએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તે સિંધમાં મોટી સંખ્યામાં ધર્મ પરિવરત્ન કરાવી ચૂકયો છે. મિયાં મિઠ્ઠુને ખુદ ઇમરાન ખાનનો સાથ મળેલો છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ઉપાધ્યક્ષ સુખદેવ હેમનાનીએ કહ્યું હતું કે, આ ઘટના અંગેની માહિતી તેઓ સ્થાનિક અધિકારીઓની પાસેથી મેળવી રહ્યા છે.
અત્યારસુધીમાં પાકિસ્તાનમાં આ પહેલાં પણ મૌલવી મિયાં મિઠ્ઠુ ઘણા હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવી ચૂક્યો છે. તેને લઈને પાકિસ્તાનના હિન્દુઓ ભયભીત છે. કરાચીના ડો.રાજકુમાર વણઝારા જે હિન્દુઓ પર થતા અત્યાચારોની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે, તેમણે આ ઘટના પર કટાક્ષ કર્યો અને પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, તમામને અભિનંદન, ચિંતા ન કરો પાકિસ્તાન ઝડપથી 100 ટકા મુસ્લિમ દેશ બની જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.