પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત: છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ સાથે 78 માછીમારોને બનાવ્યા બંધક

પોરબંદર(Porbandar): પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી રહી છે. પોરબંદર વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને 78 માછીમારોનું અપહરણ કર્યું…

પોરબંદર(Porbandar): પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી રહી છે. પોરબંદર વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને 78 માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 24 કલાકમાં કુલ 13 બોટ પકડવામાં આવી છે. મંગળવારે ત્રણ ફિશિંગ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા.

હાલમાં દરિયામાંથી કુલ 13 બોટ સાથે 78 માછીમારોને બાનમાં લેવામાં આવ્યા છે. મોટાભાગની બોટ ઓખા અને પોરબંદર વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી છે. અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે.

શ્રીલંકન નેવીએ 16 ભારતીય માછીમારોની કરી ધરપકડ
બીજી બાજુ, જ્યારે શ્રીલંકા ભારતને ખાતરી આપી રહ્યું છે કે તેઓ ભારતીય માછીમારોને હેરાન કરશે નહીં, ત્યારે તમિલનાડુ ‘ક્યુ’ શાખા પોલીસે જણાવ્યું છે કે રામેશ્વરમના 16 ભારતીય માછીમારોની શ્રીલંકન નૌકાદળ દ્વારા ડાફ્ટ ટાપુ પર ધરપકડ કરવામાં આવી છે.

તમિલનાડુની ‘ક્યૂ’ શાખા પોલીસના નિવેદન અનુસાર, શ્રીલંકન નૌકાદળ દ્વારા સવારે 2 વાગ્યે 16 માછીમારો અને ત્રણ બોટની અટકાયત કરવામાં આવી હતી. ઘટના 8 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. ‘Q’ શાખા અનુસાર, શ્રીલંકન નૌકાદળે તામિલનાડુના રામેશ્વરમ ડાફ્ટ ટાપુ અથવા ઉત્તર શ્રીલંકાના નેદુન્થીવુમાંથી માછીમારોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રીલંકન નેવીએ ભારતીય માછીમારોને ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) ઓળંગવાનો આરોપ લગાવ્યો છે. ડિસેમ્બર 2021માં શ્રીલંકન નૌકાદળે તમિલનાડુમાંથી 63 ભારતીય માછીમારોની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા અને તેમાંથી 53 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકામાંથી મુક્ત થયા પછી પણ તે સરકારના આઈસોલેશન સેન્ટરમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *