જમ્મુ કાશ્મીર માં થી આર્ટીકલ 370 અને 35એ નાબૂદ થયા બાદ પાકિસ્તાન દુનિયા ભર માં અફવાઓ ફેલાવવામાં જોડાઈ ગયું છે. સાથે જ ભારતને યુદ્ધ માટે પણ લલકારી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનની પરિસ્થિતિ ની પોલ એક પાકિસ્તાની મહિલા સ્કોલર એ જ ખોલી દીધી છે. પાકિસ્તાની સ્કોલર લેખક અને રક્ષાની વિશેષજ્ઞ આયેશા સિદ્દીકી એ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતાં કશ્મીર ને ભૂલી જવાની સલાહ આપી છે.
રક્ષા વિષયોની વિશેષજ્ઞ આયેશા સિદ્દીકી એ કહ્યું કે પાકિસ્તાન અને તેની સેના કશ્મીર ને લઈને ભારત સાથે યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી.
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આર્થિક મંદી અને વધતી મોંઘવારી અને પાકિસ્તાનની જનતા ઉપર મુસીબતોનો પહાડ ઊભો કરી દીધો છે.આવી પરિસ્થિતિમાં ભારત સાથે યુદ્ધની વાત કરવી પાકિસ્તાન અને તેની સેના માટે સારું નથી.
આશાએ કહ્યું કે મેં પોતાના પાકિસ્તાની અધિકૃત કાશ્મીરના એક મિત્ર ને પૂછ્યું કે તેના યુદ્ધ કેમ નથી કરી રહી. ત્યારે જવાબમાં મિત્રે કહ્યું કે પાકિસ્તાનની સેના હારી જશે. હવે સામાન્ય પ્રજા પણ સમજે છે કે આ ભારત વિરુદ્ધ યુદ્ધ લડવા નો સાચો સમય નથી. તેમણે કહ્યું કે આવું પહેલી વખત છે કે પાકિસ્તાન ની જનતાને પસ્તાવો થઈ રહ્યો છે કે યુદ્ધ મુમકિન નથી. આમાં દર્દને દુઃખ છે. પરંતુ આવું કશું થઇ શકે તેમ નથી. હવે પાકિસ્તાનની સેના આના ઉપર કેવા પ્રતિભાવો આપે છે તે જોવું રહ્યું.
આયશા સિદ્ધિ એ કહ્યું કે પાછલા 72 વર્ષોથી પાકિસ્તાનનું ફોકસ કશ્મીર અને ભારત ઉપર હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના માં કેટલાક લોકો છે જે ખૂબ દુઃખ અને ગુસ્સામાં છે. તેમણે કહ્યું કે સમુ સવાલો ઉઠાવે છે કે પાકિસ્તાને કર્યું છે શું.
જણાવી દઈએ કે પાકિસ્તાને પોતાના પ્રોપેગેન્ડા ને લઈને બધી જગ્યાએ હાર મળી છે.હાલમાં જ યુએનમાં પાકિસ્તાન તરફથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ યુ એન એ સીધા શબ્દોમાં કહ્યું હતું કે આ ભારત નો આંતરિક મામલો છે.