કોરોના વચ્ચે હાલમાં શાકભાજી તેમજ બધી જ ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં અસાધારણ ઉછાળા તથા મોંઘવારીથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
આવી પરિસ્થિતિ હોવાં છતાં PM ઈમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરીને જાતે જ પોતાની પીઠ થાબડીને સંતોષ માણી રહ્યા છે. ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ચેનલ દ્વારા વીડિયો ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, રાવલપિંડીમાં ફક્ત 1 કિલો આદુની કિંમત 1,000 છે. શિમલા મરચાંની કિંમત પ્રતિ કિલો કુલ 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
પાકિસ્તાનમાં ઘઉંના લોટના આસમાને પહોંચ્યા ભાવ :
ફક્ત 1 મહિના અગાઉ જ પાકિસ્તાનમાં ઘઉંના લોટના આકાશને આંબતા ભાવને કારણે ભારે હોબાળો મચ્યો હતો. કુલ 2 દિવસ અગાઉ જ ઈમરાન ખાને એક ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, તેમના શાસન અંતર્ગત દેશમાં ખાંડનો ભાવ હવે પ્રતિ કિલો કુલ 81 રૂપિયા થઈ ગયો છે.
તેમણે પોતે જ પોતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકારની નીતિઓને લીધે જ ગયા મહિના સુધી પ્રતિ કિલો કુલ 102 રૂપિયાના દરે વેચાતી ખાંડનાં ભાવમાં ઘટાડો થઈને હવે પ્રતિ કિલો કુલ 81 રૂપિયા થઈ ચુક્યો છે. તેમણે ભાવમાં ઘટાડો કરવા માટે બનાવવામાં આવેલ તેમની નવી ટીમની પ્રશંસા પણ કરી હતી.
પાકિસ્તાનમાં હાલના સમયમાં ખાદ્યાન્નની ભારે અછત સર્જાઈ :
જો કે, વાસ્તવિક્તા તો એ છે કે, પાકિસ્તાનમાં હાલના સમયમાં ખાદ્યાન્નની ખુબ અછત સર્જાઈ છે. પહેલાં તો પાકિસ્તાન સમગ્ર વીશ્વમાં ડુંગળીની નિકાસ કરતું હતું. તેણે હવે પોતાના દેશમાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો કરવાં માટે તેની આયાત કરવી પડી રહી છે.
લોટ તથા ખાંડના ભાવમાં ઘટાડો કરવાં માટે ઈમરાન ખાન સતત કેબિનેટ તથા અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયાં હતા. તેઓ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધારે કિંમત પ્રતિ 40 રૂપિયા કિલો એટલે કે પ્રતિ કિલો કુલ 60 રૂપિયાના ઊંચા સ્તરે પહોંચ્યા હતા.
પાકિસ્તાન સરકાર દેશમાં મોંઘવારી કાબૂમાં લેવા તેમજ ખાદ્ય સલામતી પૂરી પાડવાના પ્રયત્નમાં નિષ્ફળ ગઈ છે. ગયા ડિસેમ્બર માસમાં સમગ્ર દેશમાં સ્થિતિ લથડતા ઘઉંના ભાવ પ્રતિ 40 કિલો કુલ 2,000 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. જ્યારે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં આ રેકોર્ડ તૂટતાં ભાવ પ્રતિ 40 કિલોએ કુલ 2,400 રૂપિયાના નવા વિક્રમી સ્તરે પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle