પાકિસ્તાને વધુ એક વખત કર્યું સીજફાયરનું ઉલ્લંઘન -એક ભારતીય જવાન શહીદ અને 2 ગંભીર રીતે ઘાયલ

ઉત્તર કાશ્મીરના કુપવાડાના નૌગામ સેક્ટરમાં શનિવારે પાકિસ્તાને સીજફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે બે સૈનિકો ઘાયલ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને મીડીયમ મોર્ટાર ગોળા વરસાવ્યા હતાં. ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો.

સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે, ઘાયલ સૈનિકોની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર છે. આ અગાઉ પાકિસ્તાને શનિવારે સાંજે 5:30 કલાકે પૂંછના શાહપુર, કિર્ની અને દેવગવર સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

રાજૌરીમાં નાયબ સુબેદાર શહીદ થયા
ગયા રવિવારે, પાકિસ્તાને રાજૌરીના નૌશેરામાં સીજફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન નાયબ સુબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેનું મોત નીપજ્યું હતું.

આ વર્ષે 2700થી વધુ સીજફાયરનું ભંગ..
સત્તાવાર આંકડા અનુસાર, પાકિસ્તાને આ વર્ષે 2700થી વધુ વખત સીજફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ગયા વર્ષે તેમની સંખ્યા 3168 અને 2018 માં 1629 હતી. આ સમયગાળા દરમિયાન 21 નાગરિકોના મોત થયા છે જ્યારે 94 લોકો ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *