પાકિસ્તાનની રાજધાની શહેર કરાચીમાં ખોદકામ દરમિયાન હિંદુ ભગવાનની મૂર્તિઓ નીકળી છે. કરાચીમાં એક મંદિરના ખોદકામ દરમિયાન અમુલ્ય પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી છે. રિપોર્ટ અનુસાર આ મૂર્તિઓ કરાચીના સોલ્જર બજારના પ્રસિદ્ધ શ્રીપુંજ મુખી હનુમાન મંદિરના ખોદકામ દરમિયાન મળી છે. આ પ્રાચીન મૂર્તિઓ ખુબ જ કિમતી હોવાનું મનાય છે. ખુબ જ જૂની મૂર્તિઓ અત્યાર સુધી જમીનમાં દબાયેલી હતી.
આ મૂર્તિઓ ખાસ પીળા પથ્થરથી બનેલી છે અને તેના પર સિંદૂરના નિશાન જોવા મળ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ મૂર્તિઓ મહાવીર હનુમાન, ગણેશજી અને નંદી મહાવીરની છે. સોલ્જર બજારની સાંકળી અને ઓછી આબાદીવાળી ગલીઓમાં સ્થિત આ મંદિરની સાજ સજ્જા અને મરમ્માત કરવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.
કામ દરમિયાન મજૂરોને અલગ અલગ આકારની પંદર મૂર્તિઓ મળી હતી. મંદિરના જૂના ભાગમાં જ્યારે જમીન ખોદવામાં આવી ત્યારે તેમાંથી આ મૂર્તિઓ અને હવન કુંડ અને એક નાની સુરંગ મળી આવી હતી. આ તમામ વસ્તુઓ સાથે એક અસ્થિ કળશ પણ મળ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે આ વસ્તુઓ કોઈ સાધુ સંતની છે. કારણ કે આ કળશ પાસે કોઈ વ્યક્તિનો સામાન પણ મળી આવ્યો છે. આ સામાન પરથી જણાય છે કે આ જગ્યા કોઈ કારણોસર દબાઈ ગઈ હશે. જેના કારણે આ તમામ વસ્તુઓ જમીનમાં દબાઈ ગઈ છે. ત્યારબાદથી આ વસ્તુઓ અહીં દટાયેલી હતી. ઘણા વર્ષો બાદ મંદિર પ્રબંધન અને ખોદકામ કરનાર લોકોનું કહેવું છે કે આ વસ્તુઓ 15 વર્ષ જૂની હોય શકે છે. આ મૂર્તિ વિશે તપાસ કરવા માટે પુરાતત્વવિદોને પણ બોલાવવામાં આવ્યા છે. મંદિર પ્રબંધનએ સરકારને આગ્રહ કર્યો છે કે તે મંદિરને એક રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે અને તેના પુનનિર્માણમાં યોગદાન કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.