પાકિસ્તાન અવાર-નવાર ભરતીય લોકોનું અપહરણ કરીને લઈ જતા હોય છે. ત્યારે આજે ફરી એકક વખત પાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના 36 માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 36 માછીમારનું અપહરણ કર્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાન બંદર પર લઈ જવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે પોરબંદર અને ઓખામાં સાત બોટ અને 36 માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. માત્ર એક અઠવાડિયાની અંદર પાકિસ્તાન દ્વારા અપહરણ કરવાની આ ત્રીજી ઘટના છે. જેના કારણે માછીમારોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
માછીમારોના નેતા મનીષ લોઢારી ના જણાવ્યા અનુસાર, આઈ એમ બી એલ ની પાસે થી પાકિસ્તાની મરીન સુરક્ષા એજન્સીએ પોરબંદરની 6 બોટ અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્રની 7 બોટ સાથે 36 માછીમારો અપહરણ કરીને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતા પરિવારજનો ચિંતામાં સરી પડ્યા છે.
પાકિસ્તાન મરીન સિકયુરિટી એ જે બોટના અપહરણ કર્યા છે તેમાં 6 બોટ પોરબંદરની અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે જેની સામે માછીમારો અને પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ ફેબ્રુઆરીમાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. સૌરાષ્ટ્રની કેટલીક બોટો અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી. તે દરમિયાન પાક મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શીપ આવી હતી અને બંદુકના નાળચે 3 બોટ અને 17 માછીમારોનું અપહરણ કરી અને તેમને કરાંચી તરફ લઇ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en