ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને કોરોના થશે તો કોઈ ડોક્ટર સારવાર નહિ કરે, તબીબોએ કર્યો મોટો નિર્ણય

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં આવેલ રાજકોટમાં પણ કોરોના સતત વધ્યો જ જઈ રહ્યો છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. આવા સમયમાં થોડા દિવસ બાદ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. નવરાત્રિનું આયોજન કરવું કે ન કરવું એની માટે સરકાર વિચાર કરી રહી છે.

રાજકોટના તમામ તબીબોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને નવરાત્રિનું આયોજન ન કરવાં માટેની અપીલ કરી છે. આની સાથે જ સરકારને પણ માંગણી કરવામાં આવી છે કે, આ વર્ષે નવરાત્રિની પરવાનગી આપવામાં આવે નહી. રાજકોટનાં એક તબીબે જણાવતાં કહ્યું કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવશે તેમજ કોઈ ખેલૈયા પોઝિટિવ આવશે તો અમે એની સારવાર કરીશું નહીં. કારણ કે, એણે જાણી જોઈને કોરોનાની સ્થિતિ ઊભી કરી છે.

ડોક્ટર સત્યમ વિસપરાએ જણાવતાં કહ્યું હતું કે, નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ. જો આયોજન કરવામાં આવશે તો દિવાળી સુધીમાં સમગ્ર રાજ્યમાં તેમજ ખાસ કરીને તો રાજકોટમાં કોરોનાનો એક મોટો વિસ્ફોટ સર્જાશે. નવરાત્રિનું આયોજન ન થાય એની માટે સરકારે વિચારવું જોઈએ. જો, કોઈ ખેલૈયા કોરોનાથી સંક્રમિત થશે તેમજ સારવાર માટે આવશે તો હું એમની સારવાર કરીશ નહી. કારણ કે, જાણી જોઈને તમે કોરોનાની સ્થિતિ ઉભી કરી છે. તો એની સારવાર કરવી યોગ્ય નથી.

કાન, નાક તથા ગળાનાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર હિમાશું ઠક્કરે લોકોને અપીલ કરતા જણાવતાં કહ્યું છે કે, નવરાત્રિનું આયોજન કરવું જોઈએ નહી. નવરાત્રિનું આયોજન કરવામાં આવશે તો ખૂબ જ જોખમ વધી જશે. હાલમાં રાજકોટમાં  કેસ સતત વધી રહ્યા છે તેમજ કેટલાંક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કેટલાંક તો તબીબો પણ સંક્રમિત થઈ ગયા છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ ચુક્યો છે.

હવે જો નવરાત્રિનું આયોજન કરવામાં આવશે તો કોરોનાના કેસની સંખ્યામાં વધારો થશે. હાલમાં કોરોના કેસ સંભાળવામાં પણ સમસ્યા થઈ રહી છે. તો આ સમસ્યામાં વધારો થશે તથા જોખમમાં પણ વધારો થશે. નવરાત્રિનું આયોજન કરવાથી સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તેમજ સંક્રમણ પણ વધશે. જે લોકો નવરાત્રિની આયોજન કરવાં માંગે છે એમને પણ સમજવું જોઈએ.

નવરાત્રિ તો આવતા વર્ષે પણ યોજાશે. આપણા પરિવારને માટે તેમજ સમાજને માટે વિચારો. મારી લાલબત્તી તરીકે અપીલ છે કે, નવરાત્રિનું આયોજણ કરવું જોઈએ નહી.રાજકોટમાં કોરોના મહામારીને લીધે સરકાર નવરાત્રિની પરવાનગી આપવી કે નહીં એ બાબતે દ્વિદ્ધામાં છે. રાજકોટનાં તબીબો પણ સરકારને નવરાત્રિની પરવાનગી ન આપવા માટેની અપીલ કરી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ જ રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશન દ્વારા આ વર્ષે સરકાર નવરાત્રિની પરવાનગી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સાઉન્ડ ન આપવા માટેની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

રાજકોટમાં અર્વાચીન રાસ-ગરબાનાં મોટા આયોજકોએ પણ આ વર્ષે પોતાનાં આયોજનોને રદ કર્યા છે. સહિયર ગ્રુપ, સરગમ ક્લબ, જૈન વિઝન, સૂરભી ગ્રુપ, ખોડલધામ સહિત કેટલાંક મોટા આયોજનો આ વર્ષે કોરોના મહામારીને લીધે રદ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en