અમિતશાહના આ એક નિવેદનથી પાકિસ્તાન થયું લાલઘુમ- ભાજપને કહી દીધી આવી વાતો

જ્યારથી ભારત અને પાકિસ્તાન અલગ થયું છે ત્યારથી બંને દેશો વચ્ચે અણબનાવ ચાલુ જ છે. નાના મોટા યુદ્ધ પણ ઘણી વાર થઇ ચુક્યા છે. મોટા ભાગના ઝગડાઓ રાજનૈતિક અને જાતી અને ધર્મને આધારિત હોય છે. જેના કારણે આમને સામને પણ ઘણી વાર થવાનું થયું છે. પાકિસ્તાનને આતંકવાદી ઓ દ્વારા ભારત પણ અવારનવાર બોમ્બ બ્લાસ્ટ કરાવી ભારતના કેટલાય લોકો અને ભારતીય સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જુબાની જંગમાં ભારતના વિરૂદ્ધ પલટવાર કર્યો છે. કુરૈશીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહને મોટો સવાલ કર્યો કે તેઓ લદ્દાખ અંગે શું વિચારે છે? ભારત લદ્દાખ પર સર્જીકલ સ્ટ્રાઇક કેમ કરતું નથી? તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં જ ભારત-ચીન સરહદ પર તણાવની સ્થતિ પેદા થઇ હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવતા કહ્યું હતું કે હું ભારતના ગૃહમંત્રી અમિત શાહને એ સ્પષ્ટતા કરવા માંગીશ કે જો ભારતે હુમલાની ભૂલ કરી તો અમે પણ ભારતને જડબાતોડ જવાબ આપીશું. જો ભારત હુમલો કરે છે તો તરત જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે સર્જીકલ સ્ટ્રાઇકને લઇ ગઇકાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરહદમાં કોઇપણ ઘૂસશે તો જડબાતોડ જવાબ આપશે. ભારતના ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કુરૈશીએ જણાવતા કહ્યું કે ભારતે ખાલી ધમકી આપવાનું બંધ કરી દેવું જોઇએ. કુરૈશીએ એમ પણ જણાવ્યું કે અમિત શાહનું નિવેદન બિનજવાબદાર છે અને દુનિયાએ આ જોવું જોઇએ.

એક રિપોર્ટ અનુસાર કુરૈશીએ એમ પણ જણાવતા કહ્યું હતું કે ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકની ભૂલ કરવી જોઇએ નહીં કારણ કે ઇસ્લામાબાદને ખબર છે તેની રક્ષા તેને કેવી રીતે કરવાની છે. સાથે-સાથે કુરૈશીએ ભારત પર આરોપ મૂકતા કહ્યું કે પાકિસ્તાને તો હંમેશા શાંતિની વાત કરી છે. પરંતુ ભારત નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારથી અલ્પસંખ્યક અસંતુષ્ટ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાની અસફળતા છુપાવા માટે પાકિસ્તાનને દોષિત ગણાવાની કોશિષ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *