કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પરંતુ પાકિસ્તાન તેને આઝાદી બાદ આજ સુધી સ્વીકાર કરી શક્યું નથી . અને કાશ્મીરના કેટલાક વિભાગો પર કબજો જમાવીને બેઠું છે. પરંતુ પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ ટીવી એ ભૂલથી પણ સત્યને જરૂરથી માની લીધું છે.
હકીકતમાં કાશ્મીરની માળા જપતા પાકિસ્તાનની આ સરકારી ચેનલે પીઓકે ની વસ્તી જણાવતા કાશ્મીરને ભારતનો ભાગ જણાવી દીધો. પછી તો શું હતું તેના પ્રસારણના સાથે જ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો.
સરકારી ટીવી ચેનલ પર થયેલી આ ભૂલ બાદ પાકિસ્તાનીઓએ આ ટીવી ચેનલને સોશિયલ મીડિયા પર ખરીખોટી સંભળાવવાની શરૂ કરી દીધી. ઉતાવળમાં પિટીવી એ બચાવ કરતાં કહ્યું કે એક માનવીય ભૂલના કારણે એવું થયું છે અને તેઓ ભૂલ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
Ptv પ્રબંધને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે એક માણસની ભૂલના કારણે પાકિસ્તાનનો ખોટો નકશો પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેની નોંધ લેતા દોષિત કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ પીટીવીના એમડી એ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે તેનું સંગઠન આ પ્રકારની ભૂલ ને માફી લાયક નથી સમજતું દોષિતોને છોડવામાં નહીં આવે.
જણાવી દઈએ કે આના પહેલા પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ચીનમાં એક કાર્યક્રમ દરમિયાન પીટીવી એ મોટી ભૂલ કરી હતી. ચીનના પેઈચિંગની જગ્યાએ બેગિંગ લખી દીધું હતું જેનો અર્થ ભીખ માંગવી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news