અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે ફરી એક મોટો અકસ્માત સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. પાકિસ્તાન(Pakistan)ના બલૂચિસ્તાન(Balochistan)માં એક મોટો અકસ્માત(Accident) થયો છે. બલૂચિસ્તાનમાં રવિવારે એટલે કે આજે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 39 મુસાફરોના મોત થયા છે. રાહત અને બચાવ માટે પોલીસ અને રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
કહેવાય છે કે આ અકસ્માત બલૂચિસ્તાનના લાસબેલા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર ખીણમાં પડી ગયેલી બસમાં લગભગ 48 મુસાફરો હતા. બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. કહેવાય છે કે, લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક જગ્યાએ યુ-ટર્ન લેતી વખતે બસ પુલના થાંભલા સાથે અથડાઈ હતી.
બ્રિજના થાંભલા સાથે અથડાયા બાદ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. ખીણમાં પડેલી બસમાં પણ આગ લાગી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને ચાલી રહેલા બચાવ અભિયાનની જાણકારી આપી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર હમઝા અંજુમે જણાવ્યું છે કે, બસમાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે અંગે હજુ વધુ માહિતી મળી નથી.
બસ ઉંડી ખીણમાં ખાબક્યા બાદ જોરદાર અવાજ આવ્યો હતો. ઘટના સમયે તે રોડ પરથી પસાર થતા વાહનચાલકો સાથે આસપાસના નાગરિકોની ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. લોકોએ અકસ્માત અંગે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.
હાલમાં તો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હજુ પણ કેટલાક મુસાફરો બસમાં ફસાયા હોવાની આશંકા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર બસમાંથી અત્યાર સુધીમાં 19 મુસાફરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.