વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ સાથે જ રામલાલાના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થશે. આનાથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. અહીં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) એ ઈમરાન સરકાર સમક્ષ મોદીને જવાબ આપવા માંગ કરી છે. આ માંગના કારણે પાકિસ્તાનમાં હંગામો પણ થઈ શકે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કહ્યું: મોદી અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યા છે. હવે આ અંગે યોગ્ય જવાબ આપવા ઇમરાને ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવું જોઈએ. ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરનું નિર્માણ એક મહિના પહેલા શરૂ થયું હતું. જો કે, કટ્ટરવાદીઓના દબાણ હેઠળ સરકારે તેને અટકાવવું પડ્યું હતું.
હવે મોડું ન કરો ઇમરાન
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ મુસ્તફા નવાઝ ખોખરે એક નિવેદન બહાર પડ્યું છે. ખોખર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના પ્રવક્તા પણ છે. ખોખરે કહ્યું- મોદીને સચોટ જવાબ આપવો જરૂરી છે. તેથી, ઇમરાન સરકારે તાત્કાલિક ઇસ્લામાબાદમાં મંદિરો બનાવવાનું શરૂ કરવું જોઈએ. આ માટે સરકારે તાત્કાલિક પગલા ભરવા જોઈએ. પાકિસ્તાનની રાજધાનીમાં મંદિર નિર્માણમાં જે સમસ્યાઓ આવી રહી છે તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. ઇસ્લામાબાદમાં એક મંદિર બનાવીને, અમે દુનિયાને કહી શકીશું કે, પાકિસ્તાનમાં બધા ધર્મોનું સન્માન થાય છે.
ઇસ્લામાબાદમાં મંદિરનું નિર્માણ કેમ બંધ થયું
પાકિસ્તાનની રાજધાનીમાં કૃષ્ણ મંદિર બનાવવાની દરખાસ્ત હતી. ઇમરાન સરકારે એચ-9/2 સેક્ટરમાં જમીન ફાળવી હતી. તેના ફાઉન્ડેશનનું કામ બે મહિના પહેલા શરૂ થયું હતું. પરંતુ કેટલાક લોકોએ તેના પાયાના પત્થરોને કાઢી નાખ્યાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. કટ્ટરવાદીઓએ કહ્યું: પાકિસ્તાન ઇસ્લામી દેશ છે. અમે અહીં ટેક્સ ભરીએ છીએ. અમારા ટેક્સના પૈસાથી કોઈ મંદિર બનાવી શકાતું નથી.
હાલમાં આ મામલો હાઇકોર્ટમાં છે
ઇસ્લામાબાદમાં મંદિરના નિર્માણને રોકવા માટે ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ત્રણેયને હાઇકોર્ટે નામંજૂર કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે, મંદિરના નિર્માણ માટે સંબંધિત એજન્સીઓની મંજૂરી લેવી જરૂરી છે. વિશેષ વાત એ છે કે, મંદિર નિર્માણ માટે જમીન 2017 માં જ ફાળવવામાં આવી હતી. પછીના વર્ષે એટલે કે 2018 માં તે હિન્દુ પંચાયતને સોંપવામાં આવ્યું. જો કે, તેમ છતાં મંદિર નિર્માણ શરૂ થઈ શક્યું નથી. સરકાર પર કટ્ટરવાદીઓનો દબાણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP