પાકિસ્તાની સાંસદ અમીર લિયાકતનું કરાચીમાં નિધન થયું છે. તેના નોકર દ્વારા આ સમાચાર મળ્યા છે. કરાચીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આશંકા છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આમિર લિયાકત હાલમાં જ તેની બીજી પત્નીથી છૂટાછેડા અને ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં આવ્યા હતા.
આમિર લિયાકતની ઉંમર માત્ર 49 વર્ષની હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ લગ્ન હતા. તેણે 2018માં બીજા લગ્ન તૌબા અનવર સાથે કર્યા હતા. ત્યારબાદ તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે વર્ષ 2022માં જ દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા.
જિયો ન્યૂઝે તેમના નોકરના જણાવ્યા અનુસાર કહ્યું હતું કે, બુધવાર રાતથી તેમની તબિયત ખરાબ હતી, પરંતુ તેણે હોસ્પિટલ જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી જ્યારે તેણે પીડાથી બૂમો પાડી તો તેનો નોકર પહોંચી ગયો. પણ દરવાજો બંધ હતો. દરવાજો તોડીને જોયું તો તે રૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેનું મોત થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.