પાકિસ્તાન ભારતીય એરફોર્સના પાયલોટને પકડીને ફસાયું, જાણો કમાન્ડર અભી ક્યારે છૂટશે

Published on: 1:47 pm, Wed, 27 February 19

ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલુ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં પાક મીડિયા અને પાકિસ્તાની સેનાએ ભારતના પાયલોટને જીવતો પકડ્યો હોવાનો દાવો કર્યો છે. આ પાયલોટ મિગ-21 બાયસન વિમાન ઉડાવતો હોવાનુ પણ કહેવાયુ છે.

આ અંગેનો એક વિડિયો પાક મીડિયા દ્વારા શેર કરવામાં આવી રહયો છે.જેમાં પકડાયેલા પાયલોટની આંખે પાટો બાંધવામાં આવ્યો છે અને તેને પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેણે પોતાની ઓળખ અભિનંદન તરીકે આપી છે.

વીડિયોમાં તે તે કહે છે કે હું વિંગ કમાન્ડર અભિનંદન છું અને મારો સર્વિસ નંબર 27981 છે. હું ફાઈટર પાયલોટ છું. પાક મીડિયાએ પાકિસ્તાની સેનાના પ્રવક્તાને ટાંકીને કહ્યુ છે કે પકડાયેલા પાયલોટ સાથે કોઈ જાતની ગેરતવર્તણૂંક કરવામાં નહી આવે. કાયદા પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરાશે. જોકે ભારત સરકાર અને ભારતીય વાયુસેનાએ આ ખબરોને હજી સમર્થન આપ્યુ નથી.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સૈન્યના કપડા પહેરાલા જવાનને પાકિસ્તાનના નાગરિક મારી રહ્યાં છે અને પાકિસ્તાની સૈના જવાનને બચાવી રહ્યાં છે. જોકે, ભારત સરકારે વીડિયોમાં રહેલો જવાન ભારતનો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિદેન જાહેર કર્યું નથી. આવું કૃત્ય બહાર આવ્યા બાદ પાકિસ્તાન સામે ભારત ઇન્ટરનેશનલ લેવલે રજુઆત કરીને પાકિસ્તાનને વધુ નીચે સુધી દબાવી શકશે.

શું કહે છે યુદ્ધ કેદી માટે નિયમ

આંતરરાષ્ટ્રીય જિનિવા સંધિમાં યુદ્ધ કેદીઓ માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. તેના અંતર્ગત યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ કે તેને અપમાનિત કરી શકાય નહીં. યુદ્ધ કેદીઓને લઇને જનતામાં ઉત્સુકતા ઉભી કરી શકાતી નથી.

જિનિવા સંધિ અનુસાર યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય અથવા તેને યુદ્ધ બાદ તેને છોડી મુકવામાં આવે. કોઇ સૈનિકની બીજા દેશમાં ધરપકડ બાદ પોતાનું નામ, સૈન્યમાં હોદ્દો અને નબંર જણાવવાની જોગવા કરવામાં આવી છે.

જોકે, કેટલાક દેશોએ જિનિવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યું છે. જિનિવા સંધિ બીજા વિશ્વ યુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતું યુદ્ધ સમયે માનવીય મુલ્યોને કાયમ રાખવા માટે કાયદો તૈયાર રાખવાનું હતું.