Terrorist Attack in Pakistan: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)માંથી મોટા આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. હુમલામાં આતંકીઓએ ફરી એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ ફિદાયીન આતંકવાદીઓ (Fidayeen terrorist)એ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેના કારણે 12 લોકોના મોત (12 people died in attack)ના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
આતંકી હુમલામાં 12 પોલીસકર્મીઓના મોત:
આતંકવાદીઓએ આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના માલાકંદ ડિવિઝનના સ્વાત જિલ્લાના કબાલ પોલીસ સ્ટેશન પર કર્યો છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે પોલીસ સ્ટેશનની અંદર ઓછામાં ઓછા બે બ્લાસ્ટ થયા હતા. સમગ્ર વિસ્તારની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ આતંકી હુમલામાં 12 પોલીસકર્મીઓના મોત થયા છે.
પોલીસ સ્ટેશનની અંદર 2 બ્લાસ્ટ:
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આતંકી હુમલાની આશંકા જણાવવામાં આવી રહી છે. ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાને જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનની અંદર 2 બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોલીસ સ્ટેશનની આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.
બ્લાસ્ટ થતા વીજળી ગુલ:
બીજી તરફ સીટીડીના ડીઆઈજી ખાલિદ સોહેલે કહ્યું છે કે, ઈમારતમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હાલમાં ફરી પાવર પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
હુમલાની આકરી નિંદા:
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લા ખાને આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે. સનાઉલ્લા ખાને કહ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકવાદનો આ અભિશાપ ટૂંક સમયમાં જ જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ અહીં કાયદા અમલીકરણકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.