Pakistan Viral Video: માણસની અંદર માનવતા (Humanity Video) હોવી ખૂબ જ જરૂરી છે. માનવતાનો અર્થ એ છે કે જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરવી જોઈએ. જો કે આજના સમયમાં આવી માનવતા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. પરંતુ આજનો યુગ સોશિયલ મીડિયા (Social media)નો બની ગયો છે. લોકો અન્ય લોકોને મુશ્કેલીમાં જોઈને વીડિયો બનાવતા રહે છે, પરંતુ કોઈ તેમની મદદ માટે આગળ નથી આવતું. આટલું જ નહીં, ગરીબોની મદદ કરવી એ પણ માનવતા કહેવાય, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે, જેમાં માનવતા જેવું કઈ નથી દેખાઈ રહ્યું.
A Mob in Pakistan steal from a kid selling bananas on his donkey cart 😳 pic.twitter.com/zSCQo4ILU4
— Crazy Clips (@crazyclipsonly) May 7, 2023
ખરેખર, એક છોકરો કેળા વેચી રહ્યો છે, પરંતુ તેની પાસેથી કેળા ખરીદવાને બદલે લોકો લુંટીને ભાગવા લાગે છે. એક પછી એક લોકો કેળા ઉપાડી રહ્યા છે અને પૈસા આપ્યા વગર જ જઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેળાની ગાડી પાસે કેટલી ભીડ એકઠી થઈ છે. એવું લાગે છે કે એક નાનો છોકરો કેળા વેચવા આવ્યો હતો, પરંતુ ટોળું તેના બધા કેળા લૂંટી લે છે. લોકો કેળા લુંટતા જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. કેળા વેચવા આવેલા છોકરાએ કંઈક વિચાર્યું ત્યાં સુધીમાં તેની લારી ખાલી થઈ ગઈ હતી અને લોકો કેળા ઉપાડીને ભાગી છૂટ્યા હતા.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો પાકિસ્તાનનો છે, જ્યાં લોકોએ કેળા વેચવા આવેલા એક છોકરા પાસેથી કેળા લૂંટી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @crazyclipsonly નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 40 સેકન્ડના આ વીડિયોને 3 લાખ 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 4 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. ત્રિશુલ ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
અહેવાલો અનુસાર, ઇન્ડિયા ટુડે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વિડીયો તાજેતરનો નથી, પરંતુ પાંચ વર્ષ જૂનો છે. વર્ષ 2018માં પાકિસ્તાનના શેખુપુરામાં બનેલી આ ઘટનાને પાકિસ્તાનમાં લોટની વર્તમાન અછત સાથે કોઈ લેવાદેવા નથી.
તે જ સમયે, આ વિડિયો જોયા પછી આશ્ચર્ય વ્યક્ત કરતા, યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેળા લૂંટવાનું આ દ્રશ્ય જોયા પછી કોઈ પાકિસ્તાનને ‘ભિખારી દેશ’ કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે જુઓ પાકિસ્તાનનું કેટલું અપમાન થઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.