ભારતીય એર સ્ટ્રાઈક વચ્ચે ખૂબસુરત પાકિસ્તાની એન્કર લાઈવ ટીવી પર રડવા લાગી, જુઓ વિડીયો

Pakistani Anchor Viral Video: ભારતીય સેનાએ પાકિસ્તાનને પહલગામ હુમલાનો મક્કમ જવાબ આપ્યો છે. જેના કારણે આખા પાકિસ્તાનમાં હડકંપ મચી (Pakistani Anchor Viral Video) ગયો છે. મંગળવાર મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે મોટા પાયે કાર્યવાહી કરી છે. ભારતીય આર્મીની આ કામગીરીને લોકો પણ વખાણી રહ્યા છે. દેશભરમથી આ મામલે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે અને દેશની સેનાને અભિનંદન પાઠવી રહ્યા છે.

પાકિસ્તાની ન્યૂઝ એન્કર લાઈવ ટીવી પર રડતી જોવા મળી
આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની ન્યૂઝ એન્કર લાઈવ ટીવી પર રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતીય હવાઈ હુમલામાં મારાયેલા પાકિસ્તાની લોકો માટે દુઃખ વ્યક્ત કરી રહી છે.

તે તૂટેલા દિલથી દયા અને હિંમતની પ્રાર્થના કરે છે. તે રડતા રડતા કહે છે કે જે નિર્દોષ શહીદ થયા છે તેમની આત્માને શાંતિ મળે.જો કે, આ વીડિયોની સત્યતા વિષે અમે કોઈ પુષ્ટિ કરતા નથી. પરંતુ લોકો તેને તાજેતરમાં થયેલી ભારતીય સેનાની કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’નો પ્રતિક્રિયા માની રહ્યા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
લોકોએ પણ આ વીડિયોપર તેમના પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું, ‘આને તો પાકિસ્તાની ડ્રામામાં કામ કરવું જોઈએ.’ બીજાએ કહ્યું, ‘આ તો ફુલ એક્ટિંગ કરી રહી છે.’

શું છે ‘ઓપરેશન સિંદૂર’?
‘ઓપરેશન સિંદૂર’ ભારતનું એક આતંકવાદ વિરોધી હુમલો છે. આ ઓપરેશન 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું, જેમાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં ભારતીય સેના, વાયુસેના અને નૌકાસેનાએ મળીને પાકિસ્તાન અને POKમાં છુપાયેલા આતંકવાદીઓ સામે મોટો હુમલો કર્યો. આ હુમલામાં આતંકવાદીઓના ઘણા કેમ્પો સંપૂર્ણપણે નાશ પામ્યા.