પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાને (Prime Minister Imran Khan) ઈઝરાયેલ અને ભારત (Israel and India) ને ગાઢ મિત્ર ગણાવ્યા છે તેમજ જણાવ્યું હતું કે, ઈઝરાયેલનો પ્રવાસ કર્યા પછી જ PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં કાશ્મીર (Kashmir) અંગે આટલી મોટી નીતિ અમલ કરવામાં આવી હતી. ઈમરાન ખાને 11 ઓક્ટોબરે મિડલ ઈસ્ટ આઈને આપેલ ઈન્ટરવ્યુમાં અફઘાનિસ્તાન, ભારત, ઈઝરાયેલ તથા અમેરિકા સાથેના સંબંધો પર અનેક સવાલના જવાબ આપ્યા હતા.
વાત જાણે એમ હતી કે, પાકિસ્તાનના PM ઈમરાન ખાનને ઈન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, પેલેસ્ટાઈન તથા કાશ્મીરની સ્થિતિ હળતી મળતી છે. આવા સમયમાં ભારત-ઈઝરાયેલની મિત્રતા કેટલી ખતરનાક છે? આ પ્રશ્ન પર ઈમરાન ખાને જણાવ્યું હતું કે, તેમાં કોઈ બેમત નથી કે, ભારત-ઈઝરાયેલ ખુબ પાસે છે.
ઈઝરાયેલના પ્રવાસ પછી જ ભારતના PM નરેન્દ્ર મોદીએ કાશ્મીર વિશે આટલી મોટી તથા કઠોર નીતિ અમલમાં મૂકી હતી. ઈમરાન ખાન જણાવે છે કે, શું તેનો અર્થ એ કહી શકાય કે, તેમને તેનો ઈશારો ઈઝરાયેલ તરફથી મળ્યો હતો કારણ કે, ઈઝરાયેલ પણ કઈક આવું જ કરે છે. તેમણે એક મજબૂત તંત્ર બનાવ્યુ છે તેમજ તેઓ કોઈપણ પ્રકારના વિરોધને કચડી રહ્યા છે.
ચીન વિરુદ્ધ અમેરિકાના ગઠબંધનનો ભાગ હોવાને લીધે હવે ભારતને પણ લાગવા માંડ્યું છે કે, તેમની પાસે ઈઝરાયેલ જેવી જ ઈમ્યુનિટી (સુરક્ષા કવચ) છે તેમજ તેઓ પણ ગમે તે કરી શકે છે. કાશ્મીરમાં હાલ માનવ અધિકારોના લીરેલીરા ઉડાડી રહ્યા છે. આટલી ખરાબ હાલત પહેલા ક્યારેય ન હતી. ઈઝરાયેલ પણ આવા જ જુલ્મ કરી રહ્યું છે.
ઈમરાન ખાનને પુછાયું કે, ISIS વિરુદ્ધ લડતમાં તેઓ અમેરિકાના બેસને પાકિસ્તાનમાં પરવાનગી આપશે? જેના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે હવે અમેરિકાને પાકિસ્તાનમાં બેસની જરૂર નથી. કારણ કે, અમે એક વખત ફરીથી કોઈપણ જાતના સંઘર્ષનો ભાગ થવા માંગતા નથી.
ઈમરાન ખાનને પૂછવામાં આવ્યું કે, અફઘાનિસ્તાન મુદ્દે શું તેમની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચિત થઈ તો તેના પર ઈમરાન ખાને જણાવ્યું હતું કે, તેમની હજુ સુધી જો બાઈડેન સાથે કોઈ વાતચીત થઈ શકી નથી. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, મે વર્ષ 2008માં અમેરિકી અધિકારીઓને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી મિલેટ્રીથી કોઈ પણ ઉકેલ આવવાનો નથી તેમજ અમેરિકા ઈરાકથી પણ વધુ મુશ્કેલ સ્થિતિ ઊભી કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.