લગ્નની લાલચ આપીને સુરતના નરાધમ યુવાને પરિણીતા મહિલા સાથે અનેકવાર માણ્યું શરીરસુખ- આ રીતે ફૂટ્યો ભાંડો

ગુજરાત: પાલનપુર (Palanpur) માં પતિથી છૂટાછેડા લઈ લીધેલ પરિણીતાને સુરત (Surat) ના પરિણીત યુવાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતાં મહિલાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથક (Police…

ગુજરાત: પાલનપુર (Palanpur) માં પતિથી છૂટાછેડા લઈ લીધેલ પરિણીતાને સુરત (Surat) ના પરિણીત યુવાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતાં મહિલાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથક (Police station) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પતિ સાથે છૂટાછેડા લીધા પછી સંતાનોના ભવિષ્ય માટે અન્ય લગ્ન કરવા શાદી એપ્લિકેશન (Application) પર બાયોડેટા મૂક્યા પછી સુરતના યુવાન સાથે પરિચયમાં આવી હતી.

જો કે, આ યુવાને પાલનપુર, અમદાવાદ તથા સુરતની હોટલમાં લઇ જઇને લગ્ન કરવાનું વચન આપીને છેતરપિંડી કરતાં મહિલાએ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતાં પહેલા અંગત પળોનો ચુંબન કરતો વીડિયો વ્હોટ્સએપમાં નાખી વાઇરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

મહિલાએ આપવીતી જણાવી: લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો
પાલનપુરની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતી સપનાબેન (નામ બદલી દેવાયું છે) કહ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2007માં થયા હતા. સંતાનમાં બે જોડિયા દીકરા જન્મ્યા હતા. જો કે, પતિની સાથે મનમેળ ન સધાતાં વર્ષ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા.

જેમાં એક દીકરો પતિ પાસે તેમજ બીજો દીકરો મારી પાસે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ બંને પુત્રો નાના હોવાથી હાલમાં મારી પાસે છે. જેમના ભવિષ્ય તથા જીવન એકલવાયું લાગતાં પુન:લગ્ન કરવા માટે એક શાદી એપ્લિકેશનમાં બાયોડેટા મોકલાયો હતો. જેમાં મે- 2021માં સુરતના ઋષિરાજ એપાર્ટમેન્ટ અઠવા લાઇન્સમાં રહેતા ભારતેષ મહેશભાઇ મોદીએ મેસેજ કર્યો હતો.

જેણે પોતે લગ્ન કર્યા નથી. ડાઇકિંગ એસી કંપનીમાં નોકરી કરું છુ તેમજ સુરતમાં મમ્મી- પપ્પા, ભાઇ-બહેન સાથે રહું છુ. તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, એમ જણાવતા અમારી વચ્ચે મોબાઇલ તથા વ્હોટ્સએપથી વાતચીત થઇ હતી. બાદમાં તારીખ 19/06/2021ના દિવસે સુરત મળવા બોલાવીને અનંત સેલિબ્રેશન, ફલોર એટલાન્ટિક સ્ક્વેર વેસુ વીઆઇ રોડ વિસ્તારની હોટલમાં લઇ ગયો હતો.

જ્યાં પોતાના મમ્મી-પપ્પાને મનાવીને દિવાળી બાદ લગ્ન કરવાની ખાતરી આપીને સગાઇ થઇ ગઇ એમ કહીને વીંટી પહેરાવી હતી તેમજ આજથી મારી પત્ની છે, એમ કહી વારંવાર આગ્રહ કરી તેમજ લલચાવીને શરીર સુખ માણ્યું હતું. બાદમાં હોટલમાં લઇ જઇ શરીર સુખ માણ્યું હતું.

તારીખ 4/08/2021ના રોજ અમદાવાદ બોલાવી થલતેજ વિસ્તારની હોટલ, તારીખ 16/09/2021 વેસુની હોટલમાં અને તારીખ 3/10/2021ના રોજ પાલનપુરની હોટલમાં બોલાવીને  દુષ્કર્મ આચર્યું હતું. જો કે છેલ્લે, પાલનપુરની હોટલમાં મળ્યા બાદ હકીકત સામે આવતાં કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતાં મારી જાણ બહાર સુરતની હોટલમાં અંગત પળોનો ચુંબન કરતો વીડિયો મારા વ્હોટ્સએપમાં નાખી વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

વીમા એજન્ટ હોવાનું કહી પરિવાર સાથે વાત કરી અને ભાંડો ફૂટયો:
પાલનપુરની હોટલમાં 3 ઓક્ટોબરે સપનાને બોલાવી હતી. બપોરે તેની બહેનપણી સહિત 4 લોકો હાઇવેની હોટલમાં જમવા માટે ગયાં હતાં તેમજ રાત્રે સપના તથા ભારતેષ મોદી હોટલમાં રોકાયા હતા, તેણે દૂર જઇને મોબાઇલ પર વાત કરી હતી. સપનાએ મોબાઇલ લઇ નંબર લઇ લીધા હતા.

જેમાંથી એક નંબર ડિલેટ કરેલો હોવાનું જણાઈ આવ્યું હતું. અન્ય નંબરો તેના પિતા મહેશભાઇ મોદી તથા માતા અરુણાબેનના હતા, જેથી સપનાબેને 7 ઓક્ટોબરે પોતે વીમા એજન્ટ હોવાનું જણાવીને વીમો લેવા અંગે વાતચીત કરતાં ભારતેષ પરિણીત હોવાનો તેમજ પત્ની તથા તેનાં બાળકોની સાથે અલગ રહેતો હોવાનો ભાંડો ફૂટયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *