પગપાળા જઈ રહેલ શ્રદ્ધાળુઓ પર ઇકો કાર ફરી વળતા આટલા યાત્રિકોના રમી ગયા રામ

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય પગલા માર્ગ અકસ્માતની ઘટનાને અટકાવવા માટે લેવામાં આવતા નથી.આવા સમયે હાલમાં ફરી એકવાર આવી જ એક ખુબ ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ છે ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓ આજે શ્રદ્ધાભેર માતાજીનું વિસર્જન કરી રહ્યાં છે. શ્રદ્ધાના આ પ્રસંગમાં એક કરુણ ઘટના બની છે. પાલનપુર તાલુકામાં આવેલ ગઢ મડાણા ગામમાં ઈકો કારે પગપાળા જઈ રહેલ શ્રદ્ધાળુઓને અડફેટે લેતા કુલ 2 લોકોના કરુણ મોત થયા છે જયારે 5 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને કચડ્યા: 
પાલનપુર તાલુકામાં આવેલ ગઢ મડાણા ગામમાં દશામાતાના વ્રતનો અંતિમ દિવસ હોવાથી શ્રદ્ધાળુઓ જાગરણ કરતા હોવાથી કેટલાક શ્રદ્ઘાળુઓ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા. આ સમયે એક ઈકો કારે પગપાળા જઈ રહેલ 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા હતા.

મંદિર નજીક આવેલ તળાવ પાસે ઈકો કારે શ્રદ્ધાળુઓને કચડ્યા હતા. ઈકો કારે એકસાથે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા કે, જેમાંથી 2 યાત્રિકોના કરુણ મોત થયા છે. જયારે બાકીના ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તંત્રના આદેશ છતા લોકો બહાર નીકળ્યા :
ઘટના સર્જાયા પછી ગઢ પોલીસ દ્વારા ઇકો ગાડીનો કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, તંત્ર દ્વારા અપાયેલ આદેશ પ્રમાણે દશામાની માટીની મૂર્તિ લાવીને ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છતાં ખુબ મોટી સંખ્યામાં લોકો માતાજીના વિસર્જન કરવા માટે બહાર નીકળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *