તમાકુ, બીડી, સિગરેટ નું સેવન કરનારાઓ ડોકટરે કીધેલી આ વાત માનજો- બાકી કેન્સર થશે અને જિંદગીભર પીડાશો

સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્‍સર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, તમાકુંનું સેવન તે ઝેરના સેવન કરતા પણ વધારે જોખમી છે. છાશવારે તમાકુ ચાવતા લોકો મૃત્‍યુ…

સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્‍સર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, તમાકુંનું સેવન તે ઝેરના સેવન કરતા પણ વધારે જોખમી છે. છાશવારે તમાકુ ચાવતા લોકો મૃત્‍યુ તરફ ધકેલાઇ રહ્યા છે અને તેમને તેનો અણસાર પણ નથી હોતો. એક સિગારેટ માણસનું આયુષ્‍ય ૧૦ મિનિટ ઘટાડી નાખે છે. એટલે જ તો કેવાય છે, સિગારેટના એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે મુર્ખ હોય છે. જે પૈસા ખર્ચીને પોતાના મોતનો સામાન લ્‍યે છે. આવું જ કઇક એક ફાકી અને માવામાં પણ બની શકે છે.

તમાકુંને પોતાનો કોઇ સ્‍વાદ હોતો નથી, એટલે તમાકું કે ગુટકા બનાવતી મોટી બ્રાન્‍ડસ તેના શુગર અને અન્‍ય મીઠા તત્‍વો ઉમેરે છે જે લાંબા ગાળો દાંતને નુકશાન કરે છે. તમાકુંમાં રહેલા અનેક બારીક કણ અથવા ભુકો, દાંતના ઉપરના પળને ખોલી નાંખે છે, અને મોઢામાં રહેલા નરમ સુક્ષ્મ કણો ત્‍વચા ઘસી નાખે છે, અને આમાંથી છુટું પડતું રસાયણ રકત પ્રવાહમાં સિધુ ભળી જાઇ છે.

૧. તમાકુના પ્રકારોઃ-
તમાકુનું સેવન ઘણી પ્રકારે કરી શકાઇ છે. પરંતુ તેનામાં મુખ્‍ય તત્‍વ નીકોટીન છે, જે શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે.
(૧) સીગારેટ, (ર) બીડી (૩) ફાકી (૪) માવો (પ) દેશી તમાકુ (૬) ચીલમ (૭) બજર (છીંકણી) વગેરે અનેક પ્રકારમાં આ ઝેર બજારમાં ઉપલબ્‍ધ છે. તમને જાણીને આヘર્ય થશે કે સિગારેટમાં ર૦૦થી વધારે ‘કાર્સિનોજન’ એટલે કે, કેન્‍સર પેદા કરનાર તત્‍વો હોય છે. ઉપરાંત, સ્‍વાદ વાળુ મીઠું પણ તમાકુમાં ઉમેરવામાં આવે જે બ્‍લડ પ્રેશર વધારે અને કિડનીના રોગોને નોતરે છે.

ર. તમાકુ સેવનથી થતી અસરો :-
મોઢાનું કેન્‍સર : તમાકુનું સેવન ન કરતા લોકોની સરખામણીએ તમાકુ સેવન કરનારી વ્‍યકિતઓને પ૦ ટકા વધુ પેઢાનું હોઠનું કે ગાલનું કેન્‍સર થવાના ચાન્‍સ રહે છે.

ગળાનું પેટનું કેન્‍સર :- ગળાની અંદર રહેલી સ્‍વરપેટી અને અન્‍નનળીનું કેન્‍સર
હૃદય રોગ :- હાર્ટ અટેક, સ્‍ટ્રોક, હાઇ બ્‍લડપ્રેસર

દાંતને લગતા રોગો :- દાંત પર ડાઘા પડવા, દાંતને નુકશાન, દાંતના પેઢાના રોગો, મોઢામાંથી દુર્ગંધ, જીભ પર કાળા ડાઘા પડવા
પેટની સમસ્‍યા :- પેટમાં ચાંદા પડવા અને પાચનક્રિયા મંદ પડવી

સ્‍વાદ કે સુંઘવાની શકિત ગુમાવવી :- સ્‍વાદ કે સુંઘની ઇન્‍દ્રિયો નબળી પડતા ખોરાકમાંથી સ્‍વાદ ન આવવો અને ભૂખ ન લાગતા શરીરને પોષણ નથી મળતું અને આરોગ્‍ય પણ બગડે છે.
શારીરિક પરિવર્તનો :- થાક લાગવો, સ્‍નાયુઓ નબળા પડવા, ચક્કર આવવા અને શારીરિક ક્ષમતા નબળી પડવી.

૩. મોઢાનાં કેન્‍સર થવા લક્ષણો :-
હોઠ તેમજ દાંતના પેઢાં નબળા પડી જાય છે અથવા તો હોઠ દુખવા લાગે છે તેમજ મોઢામાંથી લોહી નીકળવા લાગે છે. ગાલ પર સોજો આવવો કે ગાલની અંદરની ત્‍વચા છોલાઇને જાડી થઇ જવી જે તમે તમારી જીભથી મહેસુસ કરી શકો છો. મોઢાની અંદરના કોઇપણ ભાગમાં જડતા આવી જવી કે કોઇપણ ભાગ સંવેદના શૂન્‍ય બની જવો. દાંતના પેઢા, અને મોઢાની અંદર સફેદ અથવા તો લાલ ડાઘા દેખાવા. જમતી વખતે ખોરાક ચાવવામાં કે ગળવામાં પડતી મુશ્‍કેલી. અવાજ બદલાઇ જવો.

નિકોટીનની લતથી પીડાતી વ્‍યકિતના શરીરમાં નિકોટીન ન જવાથી થનારા લક્ષણોઃ-
તમાકુ છોડયાના એક કે બે દિવસ બાદ ચક્કર આવવા, બેચેની લાગી, તણાવ અનુભવવો, માથુ દુખવુ અને થાક લાગવો. વધુ પડતુ ચીડીયા સ્‍વભાવનું બની જવુ, ગુસ્‍સે થવુ, ધીરજ ન રહેવી અને કોઇપણ બાબતે ચિંતા થવી. ઉંઘ ન આવવાની તકલીફ, ઉંઘ ઉડી જવાની કે બહુ ઉંઘ આવવાની તકલીફ અને ઉંઘમાં બિહામણા સપના આવવા. ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં તકલીફ. વધુ પડતી ભુખ લાગવી. આ લક્ષણો થોડા દિવસો કે થોડા સપ્‍તાહો સુધી રહે છે પરંતુ ત્‍યારબાદ તમે દિવસે ને દિવસે તમારી જાતને વધુ સારી અને સ્‍વસ્‍થ અનુભવશો.

નીચે પ્રમાણેની કેટલીક યુએસ એફડીએ પ્રમાણીત નિકોટીનયુકત ચીજવસ્‍તુઓ લઇ શકાય.
નિકોટીન પેચ, નિકોટીન ગમ, નિકોટીન લોઝેન્‍જ, નિકોટીન નસલ સ્‍પ્રે (નાકમાં નાખવાનો સ્‍પ્રે), નિકોટીન ઇનહેલર, બુપ્રોપિઓન અને વેરેનિસલિન એ બંને પ્રોડકટસ નિકોટિનની આદત છોડાવે છે અને તેનાથી બચાવે છે પરંતુ તેમાં નિકોટિન નથી હોતુ.

તમાકુંનું સેવન કરનારાઓ માનતા હોય છે કે તેને છોડવુ ઘણું અઘરૂં છે, પરંતુ દ્રઢ મનોબળથી તથા પરીવારજનો અને મિત્રોના સહયોગથી આ દુષણથી મુકિત મળી શકે તેમ છે. તમે એક વાત ગાંઠી બાંધી લો કે તમાકુના ભરડામાંથી તમે પોતે જ છોડાઇ શકો તેમ છો.

તમાકુથી થતી બિમારીઓની અવધી બહુ લાંબી હોય છે, તેઓ દર્દીને માનસીક અને શારિરીક અને આર્થિક રીતે પાઇમાલ કરી નાખે છે અને મહદ્‌અંશે તેમની સંપૂર્ણ સારવાર શકય બનતી નથી. પરંતુ આ તમામ બિમારીઓનો રોકથામ શકય છે. તો આજે જ તમાકુ છોડવાનો નિર્ણય લો તમારી અને તમારા પરિવારના જીવનમાં આનંદ અને વૈભવના ક્ષણો કાયમ રહે તે માટે તમાકુનો ત્‍યાગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *