ઈઝરાયલમાં આતંકીઓએ ક્રૂરતાની હદ વટાવી! મહિલાઓના મૃતદેહને નગ્ન કરી ભરી બજારમાં મનાવ્યો જશ્ન- વિડીયો થયો વાઈરલ

Israel-Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર એક પછી એક અનેક મિસાઈલો છોડી છે. આ દરમિયાન પેલેસ્ટાઈનમાંથી એક વીડિયો સામે આવ્યો છે. અહીં હમાસના ઉગ્રવાદીઓ એક ઈઝરાયેલી મહિલાના અર્ધ-નગ્ન શરીરને ટ્રકમાં લઈ જઈ રહ્યા છે. આ વીડિયોમાં મહિલાને ટ્રકમાં મૃત જોઈ શકાય છે.

મહિલાઓના મૃતદેહને નગ્ન કરી ભરી બજારમાં મનાવ્યો જશ્ન
ફ્રી પ્રેસ જર્નલ અનુસાર, જોઈ શકાય છે કે હમાસ-પેલેસ્ટાઈનના ઉગ્રવાદીઓ ઈઝરાયેલી મહિલાના અર્ધ-નગ્ન શરીરને ખુલ્લા ટ્રકમાં લઈ જઈને શહેરમાં પરેડ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઉગ્રવાદીઓ નાગરિકોની હત્યા કરી રહ્યા છે અને તેમને બંધક બનાવી રહ્યા છે. હુમલા દરમિયાન માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના મૃતદેહોને ઉગ્રવાદીઓ ખુલ્લી ટ્રકમાં લઈ ગયા હતા અને પરેડ કરવામાં આવી હતી.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ
તમને જણાવી દઈએ કે પેલેસ્ટિનિયન કટ્ટરપંથી જૂથે શનિવારે ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ પર ઘણી મિસાઈલો છોડી હતી. જેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હમાસે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા છે. તે જ સમયે, હમાસના હુમલા પછી, ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કર્યા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

ભારતે સલામત સ્થળોએ રહેવા કરી અપીલ 
આ સાથે ભારત સરકારે ઈઝરાયેલમાં ભારતીય નાગરિકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. આ સાથે, સ્થાનિક અધિકારીઓના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ભારતે તેની એડવાઈઝરીમાં બિનજરૂરી હિલચાલ ટાળવા અને સલામતી આશ્રયની નજીક રહેવાનું કહ્યું છે. વધારાની માહિતી માટે કૃપા કરીને ઇઝરાયેલી કમાન્ડની વેબસાઇટ તપાસો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *