ઝારખંડ (Jharkhand) ની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને (Human Trafficking) છેતરીને લાવી હતી. સુરત(Surat) ના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા (Makhinga) ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. મંજુદેવી આ યુવતીઓને સિલાઈ કામ શીખવવા અને અપાવવાના બહાને લાવી હતી.
રાજ્ય પોલીસની સુચનાના આધારે સુરત અને નવસારી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણાના માખીંગા ગામની ઝીંગા ફેકટરીમાંથી સગીરવયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ મળીને કુલ 30 યુવતીઓને મુક્ત કરાવી હતી. આ તમામ યુવતીઓને ઝારખંડથી લાવવામાં આવી હતી. જેઓને મુક્ત કરાવ્યા બાદ સુરતના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.
પોલીસના આ છાપાના પગલે હ્યુમન ટ્રાફિંકિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ યુવતીઓને છેતરીને મંજુદેવી બેડીયા નામની યુવતી સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના Angadh પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ યુવતીઓને છેતરીને લાવનાર મહિલા મંજુદેવીની અટકાયત કરવામાં આવી છે. અને ઝારખંડ પોલીસ આવીને કબજો ના સંભાળે ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની અટકાયત કરી રાખશે.
સ્થાનિક સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જે ફેકટરીમાં આ ૩૦ યુવતીઓને મુક્ત કરાવાઈ હતી. અને તે ફેક્ટરીમાં સરકારમાં બેસેલા એક મંત્રી અને ધારાસભ્યની ભાગીદારી હોવાની વાત સામે આવી છે. સુરત જીલ્લા પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરી નથી પરંતુ ઝારખંડ પોલીસ પાસેથી વધુ જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, “અમે છોકરીઓને બચાવી લીધી છે. તેમના ઓળખ પુરાવાઓની તપાસ કર્યા પછી, અમને મળ્યું છે કે તેઓ સગીર હતા. તેઓ અહીં ઝીંગા પેકેજિંગ ફેક્ટરીમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા છે. અમારી પોલીસ ટીમોએ સગીર સહિત તમામ 30 યુવતીઓના નિવેદનો લીધા હતા અને તેઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ અહીં પોતાની મરજીથી કામ કરવા અને પૈસા કમાવા માટે આવ્યા છે. અમે પાંચ યુવતીઓ અને મંજુ બેડીયાની કસ્ટડી લીધી છે. ”
તેઓએ આગળ કહ્યું, “કંપનીના માલિકોએ અમને પાંચ છોકરીઓને ઘરે પરત ફરવા માટે બુક કરાવેલ ટિકિટ પણ બતાવી હતી. તેઓને બે દિવસ પછી પરત મોકલવામાં આવશે. કંપનીના માલિકોએ આ મહિલાઓ માટે કંપની પરિસરમાં રહેવાની સુવિધા કરી છે. અમે પોલીસ ફરિયાદની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ અને બાદમાં અમે તપાસ શરૂ કરીશું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en